બોડેલી એસટી ડેપો સામે નવીનગરીના રસ્તા પર ઈલેક્ટ્રીક ફ્યુઝની પેટી ખુલ્લી… માર્ગ નજીક ખુલ્લી ફ્યુઝ પેટી અકસ્માત થશે તો જવાબદાર કોણ…!!?

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી ;-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં અલીપુરા બસ ડેપો સામે આવેલ નવીનગરી ના રસ્તા ઉપર બાદસાહી હોટલ પાસે નવી નગરી ના રહેવાસી તેમજ ત્યાંથી બાળકો સ્કૂલ જતા જોવા મળે છે ત્યારે ત્યાં રસ્તા ની બાજુમા મૂકેલી લાઇટ ની ડીપી ની ચારે કોર મૂકેલી જાળી સેફટી માટેની તૂટેલી હાલતમાં જોવા મળેલ છે અને જમીન પર પડેલી જોવા મળે છે ડીપી ની નીચે આવેલ ઇલેક્ટ્રિક ક્યુજ બોર્ડની પેટી ના દરવાજા તૂટેલી હાલતમાં ખુલ્લા જોવા મળેલા છે ત્યારે એમજીવીસીએલના કર્મચારીઓ શું આ વાતના અજાનિયા હશે શું તેવું જોવાઈ રહ્યું છે આ રસ્તા ઉપર થી બાળકો તેમજ વટે માર્ગુ તેમજ કોઈ પશુ ભૂલથી અદર જશે અને અકસ્માત નોતર છે તેવું દેખાઈ રહ્યું છે માટે બોડેલીના એમજીવીસીએલના કર્મચારી તાત્કાલિક આ બસ ડેપો ની સામે આવેલી ડીપીમાં સેફટી માટે ચારે કોર ની જારી તેમજ ફ્યુઝ પેટીના બોક્સ નવા નાખે તેવું લોક ચર્ચા થઈ રહી છે ડીપી ની અંદર પ્લાસ્ટિક થેલીઓનો ઢગ તેમજ કચરો હોવાથી શોટ સર્કિટના કારણે ક્યારેક આગ લાગવાની પણ સંભાવના છે માટે આ ડીપી ની જાળી નાખે તેમજ ડીપી ની અંદર નો કચરો સાફ કરીશે તો અકસ્માત પણ ટળી શકશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here