બોડેલી અલીપુરા વિસ્તારમાં દબાણો રહીશોએ જાતે તોડી નાખતા વિવાદનો અંત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીની અલી ખેરવા પંચાયતમાં આવતા અલીપુરા વિસ્તારમાં આવે રાજ ખેરવા રોડ પર નવા બનતા રોડની કામગીરી ના દબાણો લઈને વિવાદ થતા રોડનું કામ પાછલા બે મહિનાથી ખોરભે પડ્યું હતું આ રોડની સાઈડમાં આવતા ગેરકાયદેસર દબાવો હટાવતા રહીશો માની જતા વિવાદનો અંત આવ્યો હતો પરંતુ કેટલા રહીસો હજી પૂરેપૂરું દબાણ હતાયુ નથી જેને કારણે હટાવવા ઓનલાઈન અરજી થઈ હોવાનું જાણવા મળ્યું છે બોડેલી ના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીઝ થી રાજ ખેરવા ગામ સુધી નો નવો રોડ એક કરોડને 84 લાખના ખર્ચે બનાવવાની મંજૂરી મળેલ છે જેમાં દિવાળીમાં પાર્ક થી રાજ ખેરવા સુધી ડામર રોડની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે ગોપાલ ટોકીઝ થી દિવાળીબાપાર્ક સુધી આરસીસી રોડ બનવાનો છે જેનથી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી હતી પરંતુ રોડને બંને બાજુ વર્ષોથી ગેરકાયદેસર દબાણો હોવાથી છેલ્લા બે મહિનાથી સ્થાનિક રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની માંગ કરવામાં આવી હતી જેના પગલે આ રોડને કામગીરી અટકી ગઈ હતી સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને અનેકવાર મિટિંગ યોજી હતી પરંતુ કોઈક નિરાકરણ આવ્યું ન હતું પરંતુ બુધવારે ફરી મીટીંગ કરી આ વિવાદનો અંત આવ્યો હતો અને સોસાયટીના રહીશોએ જાતે જ પોતાના આગળના દબાણો દૂર કરી વિવાદનો અંત આવ્યો હતો અને હવે ટૂંક સમયમાં રોડનું કામ ચાલુ થશે અને ચોમાસા પહેલા સ્થાનિક રહીશો અને આજુબાજુ વિસ્તારના લોકોને રસ્તો નવો બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here