બોડેલીના મોડાસર નજીક ઝાડ સાથે કાર ભટકાતા પિતા પુત્રનુ ઘટના સ્થળેજ અવસાન

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોડાસર નજીક કવાંટ રોડ ઉપર લોઢંન ગામ નજીક બપોરે કવાંટ તરફ જતી કાર રોડની સાઈડના ઝાડ સાથે અથડાતા કારમાં સવાર બે જણાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જે બનાવ અંગે બોડેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર કવાંટ માર્ગ પર લોઢન ગામ પાસે કવાંટ જતી કારના ચાલકે કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારના આગળના ભાગનો લોચો વળી ગયો હતો. અને કારમાં સવાર પ્રકાશ ભાઈ પંચમદાસ હેડાઉ રહે. અમદાવાદ અને એમનો પુત્ર રોહન ભાઈ પ્રકાશ ને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here