બોડેલીના ચાચક ગામે પ્રાથમિક શાળામાં આયુવેર્દિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ :-

બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા તેમજ લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેમાટે બોડેલીના ચાચક ગામે પ્રાથમિક શાળામાં આયુવેર્દિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભલીધો હતો.

ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,આયુષ નિયામક કચેરી,છોટાઉદેપુર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા,જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણથી બચવા તેમજલોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક ઉકાળા,આર્સેનિક આલબમ-૩૦ તેમજ સંશમનીવટી ગોળીનું વિના મૂલ્યે વિતરણનોકેમ્પ બોડેલી તાલુકાના ચાચક પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ આયુર્વેદિક કેમ્પમાં ચાચક ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન એમ રાઠવા, ડેપ્યુટી સરપંચ સંગીતાબેન રાઠોડ, તલાટી કમ મંત્રીપ્રજાપતિ મુખ્ય શિક્ષક જયંતીભાઇ રાઠવા, આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેનએ કોરોનાવાઇરસ વધુ ફેલાય નહીં તે માટે માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ તેમજ સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા ગ્રામજનોને અપીલ કરી હતી આમ ચાચક ગામે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આયુષ વિભાગ ઘ્વારા કોરોના સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું મફતમાંવિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here