બોડેલીના અલીપુરા રોડ પર પાકૅ કરેલી ગાડીનો કાચ તોડી રોકડ રકમ અને લેપટોપ સાથેની બેગ ઉઠાવી ગઠીયો ફરાર…

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલીના અલીપુરા- છોટાઉદેપુર રોડ પર પાકૅ કરેલી ગાડીનો કાચ તોડી રોકડ રકમ અને અગત્યનાં કાગળો તેમજ લેપટોપ સાથે ની બેગ ઉઠાવી ગઠીયો ફરાર થઈ ગયો હોવાના બનેલા બનાવ અંગે બોડેલી પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાઈ છે.

વન્ડર સિમેન્ટ કંપનીમાં માર્કેટિંગ ઝોનલ હેડ તરીકે નોકરી કરતા અને વડોદરાનાં સમા -સાવલી રોડ પર રહેતા સંજયભાઇ ધીરુભાઈ જાદવ તેઓના સાથી સહકર્મચારી પ્રગ્નેશકુમાર ગોપાલદાસ શાહ સાથે હોળીના તહેવારો હોય કંપનીના ડીલરોને હોળીની ગીફ્ટ આપવા માટે પ્રજ્ઞેશભાઈ ની હુંડાઈ આઇ 10 ગાડી નંબર GJ.06 /LB.5781 ની પાછળની સીટ પર હોળીની ગિફ્ટ ના પેકેટ સાથે તેઓની ઓફિસ બેગ અને એક લેપટોપ ની બેગ કે જેમાં રૂ.૧૦,૦૦૦/- રોકડા તેમજ તેમના કંપનીના કાગળો, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે નું નાનું વૉલેટ મૂકેલા હતા તે બેગ સંજયભાઈ અને પ્રજ્ઞેશભાઈ બપોરના સમયે બોડેલી આવી બોડેલીના અલીપુરા થી છોટાઉદેપુર જતા રોડ પર આવેલ પરેશભાઈ ભગત અને વિજયભાઈ ભગતની કબીર સાહેબ કોર્પોરેશન નામ ની દુકાને તેઓને હોળી ની ગિફ્ટ આપવા માટે ગયા હતા તે દરમિયાન કોક ગઠિયો રોડ પર પાર્ક કરેલી તેઓની ગાડીની પાછળનો દરવાજાનો કાચ તોડી સીટ પર મુકેલ લેપટોપ તેમજ રોકડ રકમ અને ક્રેડિટ કાર્ડ આધાર કાર્ડ ડેબિટ કાર્ડ પાનકાર્ડ સાથે કંપનીના કાગળો સાથેની બેગ કોક ગઠિયો ઉઠાવી ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

કબીર સેલ્સ કોર્પોરેશન મા ગિફ્ટ આપી ગાડી પર પાછા ફરેલા સંજયભાઈ અને પ્રજ્ઞેશભાઈ ગાડીનો કાચ તુટેલો જોતા બંને જણ આશ્ચર્યમાં પડી ગયા હતા અને સીટ પર તપાસ કરતા લેપટોપ વાળી બેગ જોવા ન મળતાં તેઓએ આસપાસમાં રોડ પર અને દુકાનો પર લાગેલા સીસીટીવી કેમેરા ની તપાસ કરી હતી પરંતુ કાંઈ જોવા ન મળતા તેઓ તરત જ બોડેલી પોલીસ સ્ટેશને જઈને બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા બોડેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બપોરના સમયે જાહેર રસ્તા પર ગાડીનો કાચ તોડી લેપટોપ તેમજ રૂ. ૧૦,૦૦૦/-ની રોકડ મળી કુલ ૪૫,૦૦૦/-ની ચોરી ના બનેલા બનાવ ને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here