બી.આર.સી.ભવન શહેરા ખાતે તાલુકા કક્ષાનો નવતર – એ સેન્ટર ફોર ઈનોવેશન ઈન એજ્યુકેશન ફેસ્ટિવલ યોજાયો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ અને સમગ્ર શિક્ષા શહેરાના સંયુક્ત ઉપક્રમે શહેરા તાલુકાના ૨૨ ક્લસ્ટરમાંથી ૨૫ જેટલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગ બી.આર.સી.ભવન શહેરા ખાતે હાજર રહી રજૂ કર્યા હતા. નિર્ણાયક તરીકે નવતર સેન્ટર ફોર ઇનોવેશન ઈન એજ્યુકેશન અંતર્ગત તાલુકાની કમિટી માટે જી.સી.ઈ.આર.ટી.ની ગાઈડલાઈન મુજબ કમિટીમાં અધ્યક્ષ તરીકે ડાયટ લાયઝન અધિકારી પંચમહાલ ઉમેશ ચૌહાણ, સભ્ય સચિવ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદભાઈ પટેલ, સભ્ય બી.આર.સી કૉ.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર, સી.આર.સી.બી.એ.બારીઆ ખટકપુર શ્રવણભાઈ લબાના અને નવતર કે.આર.પી. તરીકે એવોર્ડ વિજેતા મદદનીશ શિક્ષક ગીતાબેન ઠાકોર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ સી.સી.ટી.વી. નિગરાની હેઠળ નિર્ણાયક તરીકેની મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ સૌને માર્ગદર્શન મળે તે હેતુથી “પ્રવૃત્તિ મય” શિક્ષણ શીર્ષક હેઠળ નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. ૫ સી.આર.સી.કો.ઓર્ડીનેટરોએ ભાગ લીધો હતો, જેમાં જયપાલસિંહ બારીઆ, ગોવિંદ મહેરા, જીજ્ઞેશ પંચાલ, જીજ્ઞેશ પટેલ અને જયેશ પરમાર તથા ૨૦ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગ ડિજિટલ માધ્યમથી પ્રેઝન્ટેશન કર્યા હતા. અણિયાદ ક્લસ્ટરની તમામ શાળાઓના નવતર પ્રયોગ સી.આર.સી.ભુપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ કામગીરી ગોવિંદ મહેરા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયપાલસિંહ બારીઆએ કર્યું હતું.
સમગ્ર નવતર – એ સેન્ટર ફોર ઈનોવેશન ઈન એજ્યુકેશન ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનનો અમલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here