અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ધંધુકા જિલ્લામાં ગ્રાહક જાગરણ પખવાડિયાનો પ્રારંભ

ધંધુકા,

ધંધુકા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ધંધુકાના સંયોજક શ્રી મયંકભાઇ સોની એ દિપ પ્રગટાવી ગ્રાહક જાગરણ પખવાડિયા કાર્યક્રમનો પ્રારંભ કર્યો

ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને ગ્રાહક જાગૃતિના અભાવે ગ્રાહકોનું શોષણ ન થાય તે માટે ગ્રાહક જાગૃતિનું અભિયાન શરૂ થયું છે

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ધંધુકામાં ગ્રાહક જાગરણ પખવાડિયાનો પ્રારંભ થયો છે. તા 15 થી 30 ડિસેમ્બર સુધી ચાલનારા ગ્રાહક જાગરણ પખવાડિયાના કાર્યક્રમનું સ્વામી વિવેકાનંદની તસવીર સમક્ષ દીપ પ્રગટાવીને ગ્રાહક જાગરણ પખવાડિયા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ધંધુકાના સંયોજક મયંકભાઇ સોની, સહ સંયોજક શ્રી કિશોરસિંહ સોલંકી તથા સદસ્યો દિગ્વિજયસિંહ ગોહિલ, ડૉ. ભુપેન્દ્રસિંહ સોલંકી, પ્રાંત સચિવ નારણ મોરડીયા તથા ધંધુકા નગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આમંત્રિત પ્રાંત સચિવ, નારણ મોરડીયા ઉપસ્થિત રહીને ગ્રાહક પંચાયત અને ગ્રાહકોની જાગૃતિના આ પખવાડિયાનું મહત્વ સમજાવ્યું હતું. આજકાલ ડગલેને પગલે ગ્રાહકો નાની મોટી છેતરપંડીનો ભોગ બને છે. ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાના કારણે તેમ જ ગ્રાહક સુરક્ષાના કાયદાઓ જાણતો ન હોવાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. બજારમાં શાકભાજી કે કરિયાણાની દુકાને જતા ગ્રાહક વજનમાં કે વસ્તુની ગુણવત્તામાં છેતરાય છે.

મીઠાઈ કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા ફુડ ઇન્સ્પેકટર દ્વારા આવા નમુનાઓની સમયાંતરે તપાસ કરાવવી જરૂરી છે. મીઠાઇ ફરસાણની દુકાનોમાં ભેળસેળ થતી હોય તેના નમૂના લઇ સઘન ચેકિંગ થાય તે માટે ગ્રાહકો જાતે આગળ આવી રજૂઆત કરવી જોઈએ અને ગ્રાહકોએ જાગૃત થવા અનુરોધ કર્યો હતો.

ઉપરાંત દરેક ગ્રાહકોએ માલ ખરીદતી વખતે બિલ અચૂક લેવું જોઈએ, બિલ એ તમે મલ ખરીદીનો પ્રથમ પુરાવો છે તેથી બિલ લેવાનો અનુરોધ કર્યો હતો

ધંધુકામાં આગામી સમયમાં ગ્રાહકોની છેતપીંડીના કિસ્સામાં તેમના રક્ષણ માટે “ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

નાગરિકોના જાહેર પ્રશ્નોમાં રેલવેના ભાવનગર ડિવિઝનમાં બોટાદ – અમદાવાદ વચ્ચે ટ્રેનના ગેજ બદલવા માટે છેલ્લાં ૪ વર્ષથી બંધ છે તે સત્વરે ચાલુ કરાવવા માટે એક્શન પ્લાન વિચારવા સ્થાનિક કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here