બાબરામાં જીવ બચાવો અભિયાન સાથે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

રાજકોટ ભાવનગર રોડ હજુ કેટલા ભોગ લેશે ??

બાબરામાં રાજકોટ ભાવનગર રોડ પર છેલ્લા થોડા સમય સ્પીડ બ્રેકર ન હોવાને કારણે નાની મોટી સંખ્યામાં અકસ્માતો સર્જાયા છે અને સર્જાતા રહેશે અને અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેના અનુસંધાને બાબરાના બિન રાજકીય યુવક ગ્રુપ દ્વારા જીવ બચાવવા અને હાઈ વે પર સ્પીડ બ્રેકર બનાવા ગાંધી ચિંધ્યા માર્ગેનો સહારો લીધો છે. અનેક વખત જવાબદાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અધિકારી ઓ મોતનો તમાશો જોઈ રહ્યા હોઈ તેવું લાગે છે. પૂરપાટ ઝડપે આવતા વાહનો એ અનેક ના ભોગ લીધા છે છતાં તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે.
બાબરામાં આના ઉકેલ માટે જીવ બચાવો ના યુવાનો જેમાં ગજેન્દ્ર ભાઈ શેખવાં,તેજસભાઈ તન્ના, અપ્પુભાઈ જોશી, સહિતના આગેવાનો મોટી સંખ્યામાં યુવાનો,સ્થાનિકો અને વેપારીઓ જોડાયા છે અને ઉગ્ર આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે આજે બપોર થી બાબરા કૃષ્ણ નગર સોસાયટી, રામનગર, સિદ્ધિ વિનાયક સોસાયટી, શ્રીજી સોસાયટી, ગેલાની સ્કુલ, કમલશી સ્કુલ થી શરૂ કરી નીલવડા રોડ, સુધીના રૂટમાં જીવ બચાવો યુવાનો દ્વારા પ્રદર્શન કરી અને તંત્ર ને જગાડવા નાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ અગાઉ નીતિન ભાઈ પટેલ દ્વારા પણ સ્પીડ બેકર્ બનવાનો ઓર્ડર થઇ ચૂક્યો છે પણ કોઈ અધિકારી એ આમાં રસ લીધો નથી…એનો મતલબ આવા અધિકારીઓ સરકારનું માનતા નથી તો સામાન્ય માણસ નું આમાં શું આવે ????

બાબરા અને અમારાપરાનાં બધાજ વેપારી અને સ્થાનિકો નો પણ પૂરતો સહકાર આ ગ્રુપ ને મળ્યો છે અને ઉંગ્ર આંદોલન શરૂ થયું છે …બાબરાના યુવાનો આવા અકસ્માત નિવારવા પોતાની ધરપકડ કે સજા મેળવવા પણ પોતાની તૈયારી દર્શાવી છે.
કુંભકર્ણ અને દયાહીન તંત્ર જાગે..?? નહિ તો જગાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બાબરા પોલીસે આ ઉગ્ર આંદોલન માં રહેલ તમામ કાર્યકર્તા ની બાબરા રામનગર સોસાયટી ખાતે થી અટકાયત કરેલ હતી. કોઈ પણ સંજોગો માં જીવ બચાવોનો ધ્યેય યુવાનો સાકાર કરશે તેવી આશા આગેવાનો એ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here