બરોડા ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયા ગાંધીનગર ખાતે ભગવો ધારણ કર્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લાનું મોટું સહકારી માથું ગણાય એવા બરોડા ડેરીના ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં જોડાયા છે ગાંધીનગર ખાતે પ્રદિપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને ધારાસભ્ય અભેસિંગ તળવી એ ભાજપની ટોપી પહેરાવીને તેઓને આવકાર્યા હતા
બરોડા ડેરીના ડિરેકટર અને એપીએમસી સંખેડાના ડિરેકટર ક્રિપાલસિંહ મહારાઉલ તેમજ સરસીન્ડાના સરપંચ અર્જુનસિંહ રાઠોડ, દૂધ મંડળી મુલઘરના પ્રમુખ લાલકૃષ્ણ રાઠવા, દૂધ મંડળી સરસીન્ડાના પ્રમુખ પ્રમોદસિંહ , દૂધ મંડળી દેહરોલીના પ્રમુખ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 13 એપ્રિલે ચૂંટણી યોજવાની છે જે પૂર્વે બરોડા ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાતા અનેક અટકળો વહેતી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here