પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય, બલરામ મીણા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારશ્રીના અલગ અલગ વિભાગોમાં આવનાર ભરતીમાં ઉજ્જવળ તકો મળે તે આશયથી ૩૦ દિવસની નિવાસી હેતુલક્ષી તાલીમનો શુભારંભ “શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય ખાતે યોજાયો

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગુજરાત સરકારની યોજના મુજબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય, બલરામ મીણા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં આજે તારીખ 10/02/2022 ના રોજ અનુસૂચિત જનજાતિના યુવાન/યુવતીઓને આર્થિક પગભર બનાવી તથા સરકારશ્રીના અલગ અલગ વિભાગોમાં આવનાર ભરતીમાં ઉજ્જવળ તકો મળે તે આશયથી ૩૦ દિવસની નિવાસી હેતુલક્ષી તાલીમનો શુભારંભ “શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય”, ખાતે થયેલ છે. જેમાં તાલીમાર્થીઓને ૩૦ દિવસ સુધી સામાન્ય જ્ઞાન ; શારીરિક ક્ષમતા તથા પી એસ આઈ, એલ આર ડી ભરતીના નિયમો અને વિષયોથી માહિતગાર કરવામાં આવશે. તાલીમ દરમિયાન એક્સપર્ટ લેક્ચર; વિડિયો સિરીઝ તથા સેવામાં પ્રવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા પણ પ્રશિક્ષણ નું પણ આયોજન છે.

આ તાલીમમાં ૪૯ જેટલા તાલીમાર્થી યુવક/યુવતી ને નિશુલ્ક ૩૦ દિવસ પ્રશિક્ષણ આપવાની યોજના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here