પંચમહાલ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની

વીડિયો કોન્ફરન્સમાં પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં

રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી ૧૨ થી ૧૪ જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગોધરા જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સુચારુ આયોજન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ આંગણવાડી,બાળવાટિકા અને ધોરણ ૧માં પ્રવેશ મેળવનારા ભૂલકાઓ માટે સિલેબસ સહિતના શાળા પ્રવેશોત્સવ અંગે જરૂરી ચર્ચા સૂચનો કર્યા હતા.

આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,પ્રાયોજના વહીવદારશ્રી ડી.આર.પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.ટી.મકવાણા,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here