પંચમહાલ : માહિતી ખાતા દ્વારા ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ પ્રસિધ્ધ કરવામાં આવ્યું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

વહેલા તે પહેલા ના ધોરણે જિલ્લા માહિતી કચેરી, ગોધરા- પંચમહાલ ખાતે થી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ મેળવી લેવા સારું

ધોરણ-૧૦ અને ૧૨ પછી શું? કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી તે અંગે વિદ્યાર્થીઓ આ સમયમાં ભારે મૂંઝવણ અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ પોતાની રસ, રૂચિ અને શૈક્ષણિક લાયકાત અનુસાર કારકિર્દી પસંદ કરી શકે તે માટે માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક પ્રસિધ્ધ કરવામાં આવે છે. કારકિર્દીના અવનવા ક્ષેત્રો ઉપલબ્ધ છે. પરંપરાગત ક્ષેત્રોના બદલે યુવાનો હવે નવા કારકિર્દીના વિકલ્પોની પસંદગી કરી શકશે અને વિદ્યાર્થીમિત્રો અને વાલીઓને અત્યંત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે તે માટે માહિતી ખાતા દ્વારા ઉજ્જવળ કારકિર્દી માટે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. જે જિલ્લા માહિતી કચેરી, માહિતી ભવન, કલેકટર કચેરી કમ્પાઉન્ડ,ગોધરા- પંચમહાલ ખાતે થી કચેરી સમય દરમ્યાન રૂા.૨૦/- થી વેચાણ કરવામાં આવે છે. કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૨ ની નકલો મર્યાદિત સંખ્યામાં હોય વહેલા તે પહેલા ના ધોરણે મેળવી લેવા જાણ સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here