પંચમહાલ : બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રો માટે અગત્યનું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા ;-

પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રો માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે તા. ૦૧-૦૩-૨૦૨૧ થી તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધી અરજી ઓનલાઇન કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ હતુ. અરજી કરનાર તમામ ખેડુતો કે જે બાગાયત ખાતાની કોઇ પણ સહાય યોજનામાં લાભ લેવા માગતા હોય તેઓએ અરજી સાથે ચાલુ વર્ષની ૭/૧૨, ૮-અની અસલ, આધારકાર્ડ, બેંક ખાતાની વિગત અને જો લાભાર્થી અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિના હોય તો જાતિનો દાખલાની નકલ (SC/ST સિવાયના ખેડુત મિત્રોને જાતિના દાખલાની જરુર નથી.) વગેરે સાધનિક કાગળો અત્રેની કચેરીએ (સરનામુ: નાયબ બાગાયત નિયામકની કચેરી, રુમ નં ૯-૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા ટેલીફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯) ૦૫/૦૭/૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં રજુ કરવાના રહેશે. જેની પંચમહાલ જિલ્લાના સર્વે બાગાયતી ખેડુતમિત્રોને નોંધ લેવા જિલ્લા બાગાયત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here