પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ,રણજીતનગર ખાતે મોકડ્રિલનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આજ તા.23/05/2024ના રોજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેકટર કચેરી તથા ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે લેવલ 3 કક્ષાનું ઓફ સાઇટ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇથેનોલ કેમિકલ લીક થતા આગ લાગવાની ઘટના બનતા ઊભી થતી પરિસ્થિતીઓને પહોચી વળવા માટે કયા-કયા પગલાં લેવા અને કયા-કયા વિભાગોને તેમાં સામિલ કરવા તે અંગેની સમગ્ર ઘટનાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ ઓફ સાઈટ મોકડ્રિલમાં ડાઇરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગનાશ્રી ડી.બી.ગામીત તથા શ્રી યાદવ, મામલતદાર ઘોઘંબાશ્રી આર.આર.પટેલ,જિલ્લા પ્રોજેકટ અધિકારી,ડિઝાસ્ટર મેનેજમેંટશ્રી વિરલ ક્રિશ્ચિયન, જી.પી.સી.બી.વિભાગનાશ્રી કિરણ રાઠવા, રાજગઢ પોલીસ સ્ટેશન ઘોઘંબાના પી.એસ.આઇશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ અને SOG પી.એસ.આઇશ્રી ડી.જી.વહોનીયા તથા મ્યુચ્યુઅલ એઇડ ઇન્ડસ્ટ્રીયલ (પોષક,યુપીએલ અને કુશા) ઉદ્યોગો સબબ મોકડ્રિલમાં સહભાગી થઈ મોકડ્રીલને સફળ બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here