સંખેડા તાલુકાના છુછાપુરા ગામે ખ્વાજા જલ્દ નવાઝ બાવાનો ઉર્સ ઉજવાયો…

સંખેડા, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ છુછાપુરા ગામે ખ્વાજા જલ્દ નવાઝ બાવા સાહેબનો ઉર્સ જોરશોર થી મનાવવામાં આવ્યો હતો જેમાં કવાલી નો શાનદાર પ્રોગ્રામ જેમા ભોપાલ ના કવાલ સૈયદ મુકરરમ અલી વારસી અને દિલ્હીના કવાલ સાઈમ અલી નીયાઝી દ્વારા ખુબ સરસ કવાલી પઢવામાં આવી હતી અને છુછાપુરા મુકામે ઉર્સ ના પ્રસંગે ગામેગામ થી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવેછે અને ખ્વાજા જલ્દનવાઝ બાવાના આસ્તાના પર આવી પોતાની મન ની મુરાદો પુરી કરેછે અને જાત જાત ની અલગ અલગ પ્રકારની ચકડોળ ચકરડી અને નાના બાળકોના મનોરંજન માટે પણ નાની કાર નાની બાઈકો વગેરેનો પણ આવનાર લોકો આનંદ લેય છે અને કમિટી દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવેછે અને વિશાળ જગ્યા હોવા છતા જે બજારો ની કતારો લાગેલી હોય છે ત્યાં પબ્લીકને મોટો જમાવડો જોવા મળે છે અને ઉર્સ નો પ્રસંગ ખુબ સારી રીતે ઉજવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here