સ્માર્ટ મીટર પ્રોજેક્ટ બંધ કરો અને વિજળી મફત આપો: “આપ” પંચમહાલ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ઘરે ઘરે થી વિજળીના માધ્યમથી લૂંટવાની યોજના બંધ કરો અને દિલ્હી અને પંજાબની સરકારની જેમ વિજળી મફત આપો

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, આજ રોજ પંચમહાલ જિલ્લા “આપ” ના હોદ્દેદારો એ જિલ્લા કલેકટર સાહેબશ્રીને તથા મોરવા હડફ MGVCL કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે
સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરો અને દિલ્હી, પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક ૨૦૦ યુનિટ વીજળી મફત આપવામાં તેવી માંગ મુકવામાં આવી છે સાથે જણાવ્યું છે કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે. એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરુ કરાતાં ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરુ કરી દીધો છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઊભી છે.
ગુજરાતમાં મધ્યમ-વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા સમાન છે.
વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા ૨૫ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચુકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં ૩.૯૫ રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ ૮ રૂપિયા ૫૮ પૈસામાં પડે છે. આ અસહ્ય છે. એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રિ-પેઈડ કાર્ડનો મરણતોલ ઘા!!
જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે, ઘણીવાર તો ઉધાર-ઉછીના કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભારે છે એ પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે?
જો પૈસા નહીં હોય તો અધરાત પુરું થઇ ગયેલું બેલેન્સ કેવી રીતે રિચાર્જ કરીને લોકો, ઘરડાં કે બીમારોને સાચવશે?
આ બંધ થવું જોઈએ, જો સ્માર્ટ મીટર પડતા મુકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહિ કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં, ગલી-મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગ્રત કરશે.
જેમની વીજળી કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે, રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો ઇન્કાર કરવા માટે લોકોને સમજાવશે. આ બાબતે આપ ગંભીરતાથી વિચારો અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ-પે, કોન્ટ્રાકટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારો, જેમાં સરકાર રેશનનું અનાજ આપે છે એવા ૩૪ લાખ જેટલા પરિવારોનો પણ સમાવેશ થાય છે એમને માસિક ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાનું શરુ કરો ની માંગ કરવામાં આવી છે. પ્રદેશ સહમંત્રી રાજુભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી આશિફભાઇ બક્કર
જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, ગોધરા તાલુકા પ્રમુખ હિંમતસિંહ ચૌહાણ, ગોધરા શહેર કાર્યકારી પ્રમુખ લિયાકત પઠાણ, રાશિદ પઠાણ, સમીર શેખ તથા મોરવા હડફ તાલુકા પ્રમુખ રમણભાઈ બારીઆ, ઉપ પ્રમુખ જશવંતસિંહ બારીઆ, રાજુભાઇ ગાધી, ભોલે મહારાજ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here