પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીએ ઘોઘંબા તાલુકાના બોરીયા ગામે સ્વ સહાય જૂથની બહેનો સાથે મુલાકાત કરી

ઘોઘંબા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કલેકટરેશ્રીએ વાંસમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓનું નિરીક્ષણ કરી,તાલીમ અને વેચાણ સંદર્ભે માર્ગદર્શન આપ્યું

આધુનિક મશીનરીનો ઉપયોગ કરી,ઉત્પાદન અને વેચાણ વધારવા તથા બ્રાન્ડ નામ આપવા જરૂરી સૂચનો કર્યા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આદિવાસી પંથક બોરીયા ગામે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે સ્વ સહાય જૂથની બહેનો સાથે મુલાકાત કરી હતી.આ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા વાંસમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવાની કામગીરી કરાય છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ચાલતા જય માતાજી મિશન મંગલમ જૂથ,જય અંબે મિશન મંગલમ જૂથ,સત્યમ મિશન મંગલમ જૂથ તથા મહારાજા મિશન મંગલમ જૂથની બહેનો સાથે મુલાકાત કરીને વાર્તાલાપ કર્યો હતો.જેમાં વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની કામગીરી,તાલીમ અને વેચાણ વગેરે વિષયો પર ચર્ચા કરીને વિવિધ વસ્તુઓની નિરીક્ષણ કર્યું હતું.
આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે વાંસમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવાની કામગીરી માટે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી વધુ પ્રમાણમા ઉત્પાદન કરી શકાય તે અંગે તાલીમનું આયોજન કરવું, બનાવેલ વસ્તુઓનું બ્રાન્ડ નામ આપવું વગેરે ચર્ચા કરીને આ બહેનોના બાળકોનું નિયમિત આંગણવાડી કેન્દ્ર ખાતે આરોગ્યની ચકાસણી થાય, બાળકોનું નિયમિત રસીકરણ સહિત તમામ બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.ગામની દરેક માતા અને બાળકના આરોગ્યમાં શું સુધારો થયો છે તેની જાણકારી વગેરે બાબતો સાથે સ્વાસ્થ્ય અંગે જાણકારી આપીને ગ્રામલોકોને માહિતગાર કર્યા હતા.
અહીં નોંધનીય છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી પંચમહાલ જિલ્લામાં અનેક સ્વ સહાય જૂથ અસ્તિત્વમાં છે.આ સહાય થકી અનેક બહેનો સ્વ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે.
આ મુલાકાત સમયે પ્રાયોજના વહિવટદાર અધિકારીશ્રી-વ-નિયામકશ્રી ડી.આર.પટેલ,પ્રાંત અધિકારીશ્રી,આયોજન અધિકારીશ્રી,મામલદારશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here