પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા શહેર ખાતે ડૉ. તાહિર અલી હૉલમાં લઘુમતી સમિતિની રચના કરવા મિટિંગ રાખવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સમાનતા, માનવતા, ભાઇચારા અને એકતાની ભાવના આમ આદમી પાર્ટીમાં છે: જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ

આજ રોજ ગોધરા શહેરમાં ઝોન લઘુમતી સેલના પ્રમુખ મહેબુબ ભાઇ બક્કરની અધ્યક્ષતામાં ડૉ. તાહિર અલી હૉલમાં મિટિંગ રાખવામાં આવી.
આજની મિટિંગમાં સાહીઠ જેટલા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ હાજરી આપી. ઉપસ્થિત મહેમાનોનું ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
જિલ્લા અને ગોધરા શહેર લઘુમતી સેલની રચના કરવાના હેતુથી મળેલી આ મિટિંગમાં કેટલાક આગેવાનોની પદાધિકારી તરીકે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ નિયુક્તિ જાહેર કરવામાં આવી.
રાજકીય આગેવાન અમીનભાઇ ભટુક (વકીલ) તથા પિયુષભાઇએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આજની મિટિંગના સંદર્ભમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સમાનતા, માનવતા, ભાઇચારા, અને એકતાની ભાવનામાં માને છે. પાર્ટીમાં શિક્ષિત અને સમજદાર લોકો જોડાય રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોને જનતા સ્વિકારે છે, સમજે છે અને સન્માન આપે છે તેથી પાર્ટીના જવાબદાર પદાધિકારી તરીકે આપનું વર્તન, વ્યવહાર, વિચાર, વાણી અને ભાષા બાબતે ખુબ ધ્યાન રાખવું જોઈએ એવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રાજકીય પાર્ટીનું કામ ચૂંટણી લડવાનું, સરકાર બનાવવાનું અને જનતાની અને દેશની સેવા કરવાનુ છે તેથી આપણા સૌનું લક્ષ સરકાર બનાવવાનું હોવું જોઈએ તેથી દરેક પદાધિકારી અને કાર્યકર્તાઓએ સતત લોક સંપર્કમાં રહીને પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને જનતાની સમસ્યાઓને ઉજાગર કરવી જોઈએ એમ પણ કહ્યું હતું.
આજની મિટિંગમાં ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, ગોધરા શહેર પ્રમુખ અજયભાઇ વસંતાણી, જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ અમીન ગુરજી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, સહમંત્રી દિનેશ જાદવ, કાલોલ તાલુકા લઘુમતી સેલના પ્રમુખ મુસ્તાકભાઇ શેખ, સંનિષ્ઠ કાર્યકર અમીન બટુક, પિયુષભાઈ, સલીમ બેલી, શાહિદ મલેક સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here