પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વકીલોને દિલ્હી સરકાર દ્રારા આપવામાં આવતી સેવાઓ જેવી સેવાઓ ગુજરાત સરકાર પણ આપે તેવી માંગ સાથે માન. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. કલેકટર સાહેબશ્રી પંચમહાલ નાઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું.
આવેદનપત્ર આપી ગુજરાત સરકાર પાસે એવી માંગ કરવામાં આવી છે કે, કોરોના મહામારીના સમયમાં કોર્ટની કામગીરી બંધ રહી અને વકીલાત વ્યવસાયમાં ખુબ મોટી અસર પડી રહી છે અને આર્થિક સમસ્યાઓ પણ ઉદ્દભવી રહી છે ત્યારે ગુજરાત સરકારને વિનંતી સહ રજૂઆત કરવામાં આવે છે કે દિલ્હીમાં ધારાશાસ્ત્રીઓને જેવી સેવાઓ દિલ્હી સરકાર આપી રહી છે તેવી સેવાઓ ગુજરાત સરકાર પણ આપે એવી માંગ અને ઉલ્લેખ સાથે જણાવવામાં આવ્યું છે કે,

ધારાશાસ્ત્રીઓ જ્યાંથી કામગીરી કરતાં હોય તે ઑફિસ અથવા ઘરનો પ્રોપર્ટી ટેક્ષ અને પ્રોફેશનલ ટેક્ષમા બે વરસ સુધી માફી આપવામાં આવે. લાઇટબીલ ના ફિક્સ ચાર્જ બે વરસ સુધી માફ કરવામાં આવે. આ જોગવાઇ ગુજરાત સરકારે હોટલ અને રેસ્ટોરન્ટ વાળા વ્યવસાય કારકોને આપવામાં આવી છે.
સાથે સાથે દિલ્હી સરકાર દ્વારા ધારાશાસ્ત્રીઓ ને અલગ બજેટ ફાળવી તેઓના કુટુંબ માટે પાંચ લાખ સુધીનો મેડિકલ ઇન્શ્યોરન્સ આપે છે અને ધારાશાસ્ત્રીના મૃત્યુ બાદ દસ લાખ સુધીનો લાઇફ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે તેવી જ યોજના અને સેવા ગુજરાત સરકાર પણ અલગથી બજેટમાં જોગવાઈ કરે અને ગુજરાતના ધારાશાસ્ત્રીઓ માટે દિલ્હી સરકાર જેવી સુવિધા આપે.
સાથે સાથે ધારાશાસ્ત્રીઓ ઉપર વધી રહેલા અત્યાર માટે Advocate Protection Act તાત્કાલિક વિધાનસભામાં પ્રસ્તાવ મુકીને પાસ કરે અને વકીલો ઉપર થતાં અત્યાચાર, હેરાનગતિ ને રોકવામાં આવે એવી પ્રબળ માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ (વકીલ), જિલ્લા લીગલ સેલ પ્રમુખ હસનૈન પ્રેસવાલા (વકીલ), જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ તથા અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here