પંચમહાલ જિલ્લામાં ૧૮ પ્રકારના કારીગરોની પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં નોંધણી શરૂઃ કારીગરો નજીકના સી.એસ.સી.સેન્ટરનો સંપર્ક સવારે ૧૦ થી ૫ દરમિયાન કરી નોંધણી કરાવી શકશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની નાના કારીગરોને અમૂલ્ય ભેટ:-પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(પી.એમ.વિકાસ) યોજના

આગામી ૧૭ સપ્ટેમ્બરે દેશભરમાં શરૂ થશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

ગુજરાતમાં વડોદરા, રાજકોટ,અમદવાદ અને સુરત ખાતે યોજાશે પી.એમ.વિકાસના કાર્યક્રમો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ના દિવસે આખા રાષ્ટ્રમાં “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(પી.એમ.વિકાસ) યોજના” પી.એમ.વિકાસ શરૂ કરવા જઇ રહયા છે. ગુજરાતમાં પણ અમદવાદ,વડોદરા,રાજકોટ અને સુરતમાં ૧૭ સપ્ટેમ્બરે આ યોજના શરૂ થશે. જેના કાર્યક્રમોમાં વિવિધ મંત્રીશ્રીઓ હાજર રહેશે. આ “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(પી.એમ.વિકાસ) યોજના” ની નોંધણી પ્રક્રિયા શરૂ કરવાના, આયોજનના ભાગ રૂપે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમા પંચમહાલ જિલ્લા અને તાલુકાના તમામ અધિકારીશ્રી-કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન (પી.એમ.વિકાસ) યોજના”માં ૧.સુથાર ૨.બોટ નાવડી બનાવનાર ૩. લુહાર ૪. બખતર/ચપ્પુ બનાવનાર ૫. હથોડી અને ટૂલકીટ બનાવનાર ૬. તાળા બનાવનાર ૭. કુંભાર ૮. શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર ૯. મોચી/પગરખા બનાવનાર કારીગર ૧૦. કડિયા ૧૧.વાળંદ(નાઇ) ૧૨. બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોપર કારીગર ૧૩. દરજી ૧૪. ધોબી ૧૫. ફૂલોની માળા બનાવનાર માળી ૧૬. માછલી પકડવાની જાળી બનાવનાર ૧૭. ઢીંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત) ૧૮.સોની જેમ ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગામ, તાલુકા કે શહેરના આ પ્રકારના કારીગરો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર(CSC) નો સંપર્ક કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસ બુકની ઓરિજિનલ કોપી લઇને કોમન સર્વિસ સેન્ટરમાં જવાનું રહેશે. હાથ વડે કામગીરી કરતા, ૧૮ વર્ષથી ઉપરના તમામ કારીગરો આ યોજનામાં જોડાઇ શકશે. કુટુંબદીઠ એક સભ્યને લાભ મળશે. પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચુકવણી કરી દીધી હોય તેઓ પછી આ યોજનાનો લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યકિત અને તેના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
પંચમહાલ જિલ્લામાં ૧૮ પ્રકારના કરારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં નોંધણી શરૂ થઇ ચૂકી છે. રજાના દિવસ સિવાય કારીગરો નજીકના સી.એસ.સી. સેન્ટરનો સંપર્ક સવારે ૧૦  થી ૫ દરમિયાન કરી નોંધાણી કરાવી શકશે આ બેઠકમાં ડીઆરડીએના નિયામકશ્રી ડી.આર.પટેલ, સ્ટેમ્પ  ડયુટી અધિકારીશ્રી ફાલ્ગુન પંચાલ, કોમન સર્વિસ સેન્ટર(CSC)ના જિલ્લા મેનેજરશ્રી વનરાજસિંહ ચાવડા, પંચમહાલ જિલ્લા ઉધોગ કેન્દ્રના મેનેજરશ્રી એસ.જે.ઠાકોર, નાયબ માહિતી નિયામક સુશ્રી પારૂલ મણિયાર સહિતના સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોકસ-૧
યોજનાનો લાભ કોણ લઇ શકે?

(૧) હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો (૨) કુટુંબદીઠ એક સભ્યને લાભ (૩)  લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ (૪) છેલ્લાં ૫ વર્ષમાં સ્વરોજગાર/વ્યાવસાયિક વિકાસ માટે ધિરાણ પી.એમ.ઈ.જી.પી અને પ્રધાનમંત્રી સ્વનિધિ જેવી યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ (૫)  સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો પાત્ર રહેશે નહીં (૬) મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિનાં લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે.

બોકસ-૨
નોંધણીની પ્રક્રિયા

(૧) આધાર અધિકૃત વેબ પોર્ટલ પર લાભાર્થીઓની નોંધણી » કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા નોંધણી (૨) લાભાર્થીની વિગતોની ચકાસણી ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થાના કારોબારી વડા દ્વારા કરાશે (૩) ત્યારબાદ જિલ્લા અમલીકરણ સમિતિ આખરે ચકાસણી કરશે અને લાભાર્થીઓની યાદીની ભલામણ કરશે (૪) MSME, MSDE, સ્ટેટ લીડ બેંકર્સમાંથી લેવામાં આવેલી અધિકારીઓની સ્ક્રિનિંગ કમિટી દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધણી પ્રક્રિયાની દેખરેખ રાખશે અને અંતિમ મંજૂરી આપશે.

બોકસ-૩
યોજના અંતર્ગત લાભ

(૧) જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે, તેઓને ૩૦ મહિનાના સમયગાળા માટે રૂ. ૨ લાખ સુધીની બીજી લોન (૨) લાભાર્થીઓને મહત્તમ ૧૦૦ વ્યવહારો (માસિક) માટે રૂ. ૧/- પ્રતિ ડિજીટલ ટ્રાન્ઝેક્શનના દરે
પ્રોત્સાહન (૩) સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શ્રુંખલાઓ (લોકલ અને વૈશ્વિક વેલ્યૂ ચેઈન) સાથેના તેમના જોડાણને સુધારવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર, બ્રાન્ડિંગ, ઇ-કોમર્સ અને GeM પ્લેટફોર્મ પર ઓન-બોર્ડિંગ, જાહેરાત, પ્રચાર અને અન્ય પ્રવૃત્તિઓના સ્વરૂપમાં માર્કેટિંગ સપોર્ટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here