નર્મદા જીલ્લાના ઇન્દલાવી ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પતિએ પત્નિ પાસે વાપરવા માટે રૂપિયા માંગતા પત્નિએ પોતાની પાસે નહોવાનું જણાવતા પતિ નરાધમ બનયો માથા માં પરાઈ મારતા પત્નિ નું મોત

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના ઇન્દલાવિ ગામ ખાતે એક નરાધમ પતિએ પોતાની પત્નીની હત્યા કરતાં ચકચાર મચી હતી

બનાવ ની વાત કરીએ તો દેડિયાપાડા તાલુકાના ઇન્ડલાવી ગામે રહેતા વિનોદ જાતર ભાઇ વસાવા a પોતાની પત્નિ ટીના બેન ઉ. વર્ષ 33 નાઓ ની પાસે વાપરવા માટે રૂપિયા માંગતા પત્ની પાસે રૂપિયા ન હોય તેની એ પતિદેવ ને પોતાની પાસે રૂપિયા નથી નું જણાવતા પતિદેવ ગુસ્સે ભરાયેલા અને ઘર માં પડેલ લોખંડ ની પરાઈ થી પત્નિ ના માથા માં જોરદાર ફટકો મારતા ઘર માંજ પત્ની લોહી લુહાણ થયી હતી અને ઘરમાંજ તેણી નુ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

આ બનાવ ની ફરિયાદ દેડિયાપાડા પોલિસ મથક માં હેમાબેન અનિલભાઈ વસાવા એ કરતાં પોલીસે પતિ સામે પત્નિ ની હત્યા નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here