પંચમહાલ જિલ્લામાં ૧૨૪ ગ્રામ પંચાયતોમાં તા ૯ ડિસેમ્બર સુધી ૬૩ હજાર ૩૦૦થી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની રહી છે સાર્થક

જિલ્લામાં ૧૦૭ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઇઝ કરાયો

૧૨,૭૯૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી ૬૬૨૫ કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું

આરોગ્ય કેમ્પ થકી ૧૩,૧૬૦ થી વધુ વ્યક્તિઓની તપાસ કરાઇ

જિલ્લામાં કુલ ૩૦ હજારથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા

માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩ ચાલી રહી છે જેને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.પંચમહાલ જિલ્લામાં આ યાત્રા ૩૦ નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી જે આગામી તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ગામડાઓમાં પરિભ્રમણ કરશે. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના માર્ગદર્શન હેઠળ આ યાત્રા ગ્રામ્ય કક્ષાએ ફળીતાર્થ બનીને યોગ્ય રીતે સાર્થક બની રહી છે.જિલ્લામાં આજ તારીખ ૦૯ ડિસેમ્બર સુધી કુલ સાત તાલુકાના ૧૨૪ ગ્રામ પંચાયતોમાં આ યાત્રા પહોંચી છે.

તા.૦૯ ડિસેમ્બર સુધી પંચમહાલ જિલ્લામાં ૬૩ હજાર ૩૦૦ થી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા છે.જેમાં ૩૯,૨૫૦ ભાઇઓ તથા ૨૪,૧૦૦ બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા છે.આ યાત્રા દરમિયાન જિલ્લામાં કુલ ૩૦ હજારથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા.આરોગ્ય વિભાગ કેમ્પ થકી ૧૩,૧૬૦ થી વધુ વ્યક્તિઓના હેલ્થની તપાસ કરવામાં આવી છે.જ્યારે ૧૨,૭૯૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે.વિવિધ મહાનુભાવોના હસ્તે ૬૬૨૫ કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું છે. આ ઉપરાંત ૧૭૫૭ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૩૦૩૩ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ ૫૫૧ સ્વયંસેવક નોંધાયા છે.જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૯૪૩ નામ નોંધવામાં આવ્યા છે.૧૮૯ મહિલાઓને,૧૯૦ વિદ્યાર્થીઓને,૧૩૬ રમતવીરોને તેમજ ૧૦૬ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ૧૯૨ લાભાર્થી દ્વારા સાફલ્ય ગાથા રજુ કરવામાંં આવેલ. ૭૨ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત ૫૧૬ નિદર્શન કરાયા છે. જિલ્લામાં જૈવિક ખેતી કરતા ૨૩૫૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો છે.૯૩ ગ્રામ પંચાયતો ૧૦૨ % આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. વધુમાં ૧૦૨ ગ્રામ પંચાયતોને ૧૦૦ % પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે. આ સાથે ૧૦૩ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે ૧૦૭ ગ્રામ પંચાયતોનો ૧૦૭ % જમીન રેકર્ડ ડિજિટાઇઝ કરવામાં આવ્યો છે. તદુપરાંત દરરોજના કાર્યક્રમમાંં ‘ધરતી કહે પુકાર’ કે નુક્કડ નાટક રજુ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here