પંચમહાલ જિલ્લામાં સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા યુવાઓ માટે તાલીમની આયોજન

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લા રમતગમત કચેરી દ્વારા ૫ સ્પર્ધકોની કુલ ૩ ટીમને બિન નિવાસી તાલીમ અપાશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા સાહસિક પ્રવૃત્તિઓ (એડવેન્ચર.સ્પોર્ટ્સ) બિન-નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવશે. જેમાં ૧૫ થી ૪૫ વર્ષની વય ધરાવતા યુવક/યુવતીઓ ભાગ લઇ શકશે. જેમાં દરેકમાં ૫ સ્પર્ધકો ધરાવતી કુલ ૩ ટીમને એક દિવસીય તાલીમ આપવામાં આવશે. કોરોના ગાઇડલાઈનનું પાલન કરતાં દરેક ભાગ લેનારે પોતાનું લન્ચબોક્ષ, કોરોના અંગેની જરૂરી કીટ (સેનેટાઈઝ, માસ્ક) લઈને આવવાનું રહેશે. દૈનિક તાલીમ પૂર્ણ થતા પરત વતન જવાનું રહેશે. ભાગ લેવા માંગતા શિબિરાર્થી પોતાના સંપૂર્ણ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, ઉંમરનો પુરાવો, પાસપોર્ટ સાઈઝ ફોટો, વાલીનું સંમતિ પત્રક તથા સંપર્ક નંબર સાથે પોતાનું અરજી પત્રક તા.૩૧ ડીસેમ્બર ૨૦૨૦ સુધી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, ગોધરા જી.પંચમહાલ ખાતે મોકલી આપવાની રહેશે. અરજીઓ મળેથી તાલીમના સ્થળ, સમય, તારીખની જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે શ્રી આર.એલ. પારગીનો મો. ૬૩૫૩૯૩૫૬૫૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here