પંચમહાલ જિલ્લામાં મોબાઈલ બાબતે પિતાએ ઠપકો આપતા કિશોરી ઘરે નિકળી ગઈ, અભયમ ટીમની સમજાવટથી પરિવાર પાસે પરત ફરી

ગોધરા(પંચમહાલ),

181 મહિલા હેલ્પલાઇનમાં ગોધરામાં એક કિશોરી ઘણા લાંબા સમય થી બેસી રહી છે તેને પૂછતાં કોઈ જવાબ આપતી નથી તે પ્રકારનો કોલ આવતા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કિશોરી સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. તેમને જાણવા મળ્યું કે 14વર્ષની અંજલિ (નામ બદલેલ છે ) મોબાઈલનો સતત ઉપયોગ કરતી હતી. જે બાબતે તેના પિતા એ મોબાઈલ નો જરૂર જેટલો ઉપયોગ કરવા જણાવતા તેને લાગી આવ્યું હતું અને રાતે બધા સૂતા હતા ત્યારે કાલોલથી બેગ લઇ ગોધરા આવી ગઇ હતી. જો કે ગોધરા આવ્યા બાદ હવે કયાં જવુ તેની ચિંતામા મુકાયેલ અંજલિને જોઈ એક નાગરિકે અભયમ ટીમને ફોન કર્યો હતો. અભયમ ટીમે સમજાવેલ કે આ રીતે ઘરેથી કોઈ ને જાણ કર્યા વગર નીકળી જવાનું પગલું અવિચારી અને જોખમભર્યું છે. મમ્મી પપ્પા પણ ચિંતા કરતા હશે. અત્યારે તારી ભણવાની ઉંમર છે તો મોબાઈલનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવાની વાત ખોટી નથી તેમ સમજાવતા તેને પોતાની ભૂલ સમજાઈ હતી અને તે ઘરે પરત ફરવા સંમત થઈ હતી. તેના પરિવારનું સરનામું મેળવી ટીમે તેને ઘરે પહોંચાડી હતી. પોતાની દીકરી ને હેમખેમ પરત પહોંચાડવા બદલ તેઓ એ અભયમ ટીમની કામગીરીની પ્રશંસા કરતા આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here