પંચમહાલ જિલ્લામાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા પોસ્કો એક્ટ અંતર્ગત કાનૂની જોગવાઈ અને જાગરુકતા ફેલાવવા કેમ્પેઇન યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

૨૬ સપ્ટેમ્બરથી ૨૦ ઓક્ટોબર સુધી જિલ્લાની શાળા અને કોલેજોમાં કાનૂની શિક્ષણ શિબિરનું કરાશે આયોજન

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ ગોધરા એક અખબાર યાદીમા જણાવે છે કે ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ શ્રી અરવિંદ કુમાર તથા એક્ઝીક્યુટીવ ચેરમેન સુશ્રી સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૨૬ સપ્ટેમ્બરથી ૨૦ ઓક્ટોબર સુધી, UNICEF સાથે સૌહાર્દ સંસ્થાના સહયોગથી સમગ્ર રાજ્યનાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળો દ્વારા, બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ (POCSO ACT) ની કાનૂની જોગવાઈ અંગે જાગરુકતા ફેલાવવા એક કેમ્પેઇન યોજાશે.

જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ ગોધરા દ્વારા જીલ્લાની સરકાર દ્વારા સંચાલીત તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં કાનુની શિબીરોનું આયોજન કરેલ છે. જેમાં તાલીમબધ્ધ વક્તાઓ દ્વારા પોક્સો એક્ટની જોગવાઈઓની જાણકારી આપવામાં આવનાર છે.જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ કાનુની શિક્ષણ શિબિરો યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here