અરવલ્લી જિલ્લામાં એગ્રો બિઝનેસમાં રસ ધરાવતા લોકો માટે અનેરી તક

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં નીચે દર્શાવેલ નિગમની વેબસાઈટ મુજબના તાલુકાઓમાં રાજ્યના ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવત્તાવાળું રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ જેવા એગ્રો ઇનપુટ વેચાણ તેમજ સરકારશ્રીની યોજનાકીય કામગીરીના હેતુસર નવીન એબિસીના લાયસન્સ આપવા બાબતે ફર્ટિલાઈજર કંટ્રોલ ઓર્ડર- ૧૯૮૫ અને પેસ્ટીસાઈડ એક્ટ મુજબ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોની અર્વજી આવકાર્ય છે.

અરજી પત્રક / ફોર્મ નિગમના જિલ્લા મથકના એગ્રો સર્વિસ સેન્ટર ખાતેથી તેમજ નિગમની વડી કચેરી ખાતેથી ઓફિસ સમય દરમ્યાન આપવામાં આવશે. તેમજ નિગમની વેબસાઈટ www.gaic.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે : ૭૨૨૮૦૮૨૨૦૦ સંપર્ક કરવા વિનંતી. ભરેલ અરજીપત્રક /ફોર્મ નિગમની વડી કચેરી/ જિલ્લા મથકના એગ્રો સર્વિસ સેન્ટર ખાતે પરત કરવાની છેલ્લી તારીખ:- ૨૭/૦૯/૨૦૨૨ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here