પંચમહાલ જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના કામોનું જાત નિરીક્ષણ કરતા જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોબરધન યોજનાનો ગ્રામીણ વિસ્તારના પ્રજાજનોને લાભ લેવા અનુરોધ કરતાઃમંત્રીશ્રી

પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મંત્રીશ્રીએ ગોધરા તાલુકાના ઇસરોડીયા ગામે સ્વચ્છ ભારત મિશન(ગ્રમીણ) અંતર્ગત ગોબરધન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે લાભાર્થીઓને સંવાદ કરતા જણાવ્યું હતુ કે સ્વચ્છ ભારત મિશન(ગ્રમીણ) અંતર્ગત ગોબરધન યોજના થકી આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ આ યોજનામાં લાભાર્થીઓએ ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા માટે સરકાર દ્રારા રૂા.૨૫,૦૦૦/- આપવામાં આવે છે.જયારે લાભાર્થીએ રૂા.૫૦૦૦/- નો ફાળો આપવાનો હોય છે. જેના થકી ગોબર ગેસ પ્લાન્ટનું નિર્માણ થાય છે. તેમાથી ગોબર ગેસ મળે છે તેમજ સ્લરી મળે છે. જેના વેચાણ થકી આર્થિક ઉપાર્જન થાય છે. ખેતીમાં ઉપયોગ કરવાથી ખેતીની આવકમાં વધારો થાય છે. આમ આ ગોબરધન યોજના થકી ગ્રામીણ વિસ્તારમાં ઘણા ફાયદા થાય છે. જેનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. ગોધરા તાલુકામાં ચાર ગામોની પસંદગી થઇ છે. જેમા ઇસરોડીયા ગામે જે લાભાર્થી પસંદગી થઇ છે તેમને શુભેચ્છા પાઠવી હતી.
મંત્રીશ્રીએ કાલોલ તાલુકાના કાલંતરા ગામે મનરેગા હેઠળ હાથ ધરાયેલ કામોનું નિરીક્ષણ કરી આ યોજના હેઠળ કામ કરતાં શ્રમિકો સાથે સંવાદ સાધ્યો હતો.ત્યારબાદ મલાવ ગામે મનરેગા હેઠળ તૈયાર થયેલ અમૃત લાયબ્રેરી મુલાકાત લઇ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે તૈયાર થનાર અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ અલવા ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૨ અંતર્ગત હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરી મંત્રીશ્રીની મુલાકાતમાં સાથે જોડાયેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તબીયાર તેમજ સંબધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરીર ચનાત્મક સુચનો કર્યા હતા. થયેલ કામગીરી સંતોષ વ્યકત કર્યો હતો.
મંત્રીશ્રીની જિલ્લાની મુલાકાત વેળાએ ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, કાલોલ ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ, અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલ સહિત મહાનુભાવો તેમજ ગામોના સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here