પંચમહાલ જિલ્લામાં ગાયનેકોલોજીસ્ટ તથા રેડિયોલોજીસ્ટ ડોકટરોનો પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ,૧૯૯૪ હેઠળ ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જીલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ રજીસ્ટર્ડ થયેલા ડોકટરોનો હોટલ લક્ઝુરા,ગોધરા ખાતે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં રજીસ્ટ્રેશન ધરાવતા તબીબો પૈકી મોટી સંખ્યામાં ડોકટરો તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

પંચમહાલ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરી દ્વારા વર્કશોપની શરૂઆત કરતા પહેલા સૌનું શાબ્દિક સ્વાગત કરાયું હતું તથા પંચમહાલ જિલ્લાના જાતિ પ્રમાણ દરની ચર્ચા કરાઈ હતી. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વર્કશોપને ખુલ્લો મુક્યો હતો.

આ વર્કશોપમાં રાજ્યકક્ષાથી આવેલ ડો.હર્ષદ પટેલ, નાયબ નિયામકશ્રી દ્વારા હાજર તમામ ડોકટરોને એક્ટની ખુબ ઊંડાણપૂર્વક સમજણ આપી હતી, તથા શ્રી અરુણ પ્રતાપ સિંઘ, કાયદા અધિકારીશ્રી,ગાંધીનગર દ્વારા કાયદાની સમજ આપવામાં આવી હતી. આ એક્ટ અંતર્ગત શું કરવું જોઈએ તથા શું ન કરવું જોઈએ તેની સમજ અપાઇ હતી. ડો. સચિન જયસ્વાલ, પ્રોજેક્ટ ઓફિસરશ્રી દ્વારા પણ એક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.ડો.જે.પી.પરમાર, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા રાજ્યકક્ષાએથી આવેલ અધિકારીશ્રી,ચેરમેનશ્રી,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, રજીસ્ટ્રેશન ધરાવતા તબીબો હાજર રહ્યા તથા આશિષ શાહ, જીલ્લા પ્રોગ્રામ આસીસ્ટન્ટ તથા ટીમ દ્વારા સફળ આયોજન કર્યું તે બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

આ વર્કશોપમાં નાયબ નિયામકશ્રી (એમ.સી.એચ.) ,ગાંધીનગર ડો. હર્ષદ પટેલ,  શ્રીમતી જયોતિકાબેન બામણીયા, ચેરમેનશ્રી, એડવાઇઝરી કમિટી, પંચમહાલ,ડો.મહેશ ચૌધરી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પંચમહાલ,શ્રી અરુણ પ્રતાપ સિંઘ, કાયદા અધિકારીશ્રી, ગાંધીનગર, ડો. સચિન જયસ્વાલ, પ્રોજેક્ટ ઓફિસરશ્રી,ગાંધીનગર તથા જીલ્લા કક્ષાના અન્ય અધિકારીશ્રી તથા કર્મચારીશ્રી હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here