પંચમહાલ જિલ્લામાં આવેલ સહકારી સંસ્થાઓના ઓડીટ પાંચ વર્ષથી વધુ કે ત્રણથી પાંચ વર્ષ સુધીના બાકી હોય તેમના માટે ૨૭મી થી ૩૧મી ડિસેમ્બર સુધી પાંચ દિવસના કેમ્પનું આયોજન

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઝાદીના અમૃત્ત મહોત્સવના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં આવેલ સહકારી સંસ્થાઓ પૈકી જે સહકારી સંસ્થાઓના ઓડીટ પાંચ વર્ષ કે તેથી વધુ સમયના તથા ત્રણ થી પાંચ વર્ષ સુધીના બાકી હોય તેવી તમામ સંસ્થાઓના ઓડીટ કરાવવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરા કચેરી દ્રારા તા. ૨૭/૧૨/૨૦૨૧ થી ૩૧/૧૨/૨૦૨૧ સુધી પાંચ દિવસના કેમ્પનું આયોજન કરેલ છે, જેથી અત્રેના જિલ્લામાં આવેલ ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી, ગ્રાહક સહકારી ભંડાર, વૃક્ષ ઉછેર, મજૂર કામદાર, હાઉસીંગ, મત્સ્ય ઉછેર, પિયત મંડળીઓ કે જે તમામ મંડળીઓ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ હેઠળ નોંધાયેલ છે. અને જે મંડળીઓના નામ સરનામા ન મળવાને કારણે ઓડીટ થઇ શક્યું નથી તે તમામ મંડળીઓના ચેરમેન,સેક્રેટરીશ્રીઓને સંસ્થાનું તમામ દફતર બાકી થી અત્યાર સુધીનું તૈયાર કરી દફતર સાથે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગોધરા, સેવાસદન – ૨, ભોયતળિયે ગોધરાની કચેરીમાં હાજર રહી ઓડીટ કરાવી લેવા સારૂં. અન્યથા ઓડીટ ન કરાવનાર સંસ્થા મંડળીઓની નોંધણી રદ કરવામાં આવશે તેમ જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, ગોધરા- પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here