પંચમહાલ જિલ્લામાં આવતીકાલે કૃષિ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શહેરા અને કાલોલ ખાતે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

કાલોલ તાલુકાના મલાવ અને શહેરા નગરપાલિકા ખાતે સોશિયલ ડિસ્ટનસિંગની જાળવણી સાથે કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમથી ખેડૂતોને માહિતગાર કરવાનો હેતુ

રાજયના કિસાનોના હિતાર્થે ગુજરાત સરકાર દ્વારા મુખ્‍યમંત્રીશ્રી કિસાન સહાય યોજના તેમજ કૃષિક્ષેત્રે નવીનતમ સંશોધનો, ભલામણો તેમજ કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓથી ખેડૂતો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેતા થાય તે હેતુસર આવતીકાલે
તા. ૨૯/૮/૨૦૨૦ના રોજ પંચમહાલ જિલ્‍લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કિસાનો માટે મુખ્‍ય મંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમનું સરકારશ્રીની ગાઇડલાઇનનું ચૂસ્‍તપણે પાલન સુનિશ્ચિત થાય તેમ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અતિથિવિશેષપદે સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલ સિંહ જાદવ, ધારાસભ્ય સર્વશ્રી સી.કે. રાઉલજી, શ્રી જેઠાભાઈ આહીર, શ્રી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. જેની નોંધ લઈ સંબંધિતોને ગાઇડલાઇનના ચૂસ્‍તપાલન સાથે ઉપસ્‍થિત રહેવા પંચમહાલ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here