પંચમહાલ જિલ્લાના શહેરામાં આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત શહેરા તાલુકાના કુલ ૮૯ગામોના રૂપિયા ૩,કરોડ ૮૫, લાખની રકમના કુલ ૩૧૨ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં શહેરા તાલુકાના કુલ ૮૯ ગામોના કુલ રૂપિયા ૩.કરોડ ૮૫ લાખની રકમના કુલ ૩૧૨ કામોના વર્ક ઓર્ડરના વિતરણનો કેમ્પ નગરપાલિકા હોલ, શહેરા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અધિકારીશ્રીએ વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ચોક્કસ સમયમર્યાદામાં અમલ કરી છેવાડાના માણસ સુધી વિકાસના લાભો પહોંચાડ્યા છે, તે વિકાસ યજ્ઞમાં આ કામોનો ઝડપી અમલ કરી ગામની સુવિધામાં વધારો કરી લાભ પહોંચાડવા તમામ સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.

શહેરા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં ધારાસભ્યશ્રી જેઠાભાઇ ભરવાડ જિલ્લા કલેક્ટર શ્રી , તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રમુખશ્રી , તાલુકા પંચાયત ના પદાધિકારીશ્રીઓ તથા તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here