પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે “સમૃદ્ધિ દિવસ”ની ઉજવણી કરાઈ

ઘોઘંબા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પ્રધાનમંત્રીશ્રી દ્વારા તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ Aspirational Blocks Programme (ABP) અંતર્ગત સંકલ્પ સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા આકાંક્ષી તાલુકાઓને પ્રેરણાદાયી તાલુકાઓ તરીકે વિકસાવવા પર ખાસ ભાર મુકાયો હતો.

“સંકલ્પ સપ્તાહ- સબકી આકાંક્ષા સબકા વિકાસ” અંતર્ગત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે
“સમૃદ્ધિ દિવસ”ની ગુણવત્તાસભર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સખીમંડળની બહેનો તેમજ ગામના યુવક યુવતીઓએ હાજરી આપી હતી. ત્રણ સ્વસહાય જૂથ દ્વારા પોતાની નિર્મિત/ ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ ઊભા કરાયા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિતોને આઈ.ટી.આઈ દ્વારા આપવામાં આવતી તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે તાલીમાર્થીઓને સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ બાબતે અવગત કરી પ્રોત્સાહિત કરાયા હતા. “સમૃદ્ધિ દિવસ” અન્વયે સ્વ-સહાય જૂથો, ગ્રામ સંગઠનો અને ક્લસ્ટર લેવલે બેઠકનું પણ આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી,આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી,આરસેટીશ્રી અરવિંદભાઈ,એન.આર.એલ.એમ યોજનાનો જિલ્લા અને તાલુકાનો સ્ટાફ સહિત સખીમંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here