પંચમહાલ જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨૩/૨૪ યોજાશે

ગોધરા, (પંચમહાલ) નૈનેશ સોની :-

જિલ્લાકક્ષાએ પ્રાચીન અને અર્વાચીન ગરબાની અલગ-અલગ સ્પર્ધાઓ યોજાશે,સ્પર્ધકો ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ફોર્મ જમા કરાવી શકશે

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પંચમહાલ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબાની સ્પર્ધાનું આયોજન કરવામા આવશે.
પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ સ્પર્ધા જિલ્લા અને રાજય કક્ષાએ એમ બે તબકકામાં યોજવામાં આવશે.જેમાં જિલ્લાકક્ષાએ પ્રાચીન અને અર્વાચીન ગરબાની અલગ-અલગ સ્પર્ધાઓ થશે અને ભાઇઓ માટે રાસ સ્પર્ધાનું આયોજન પણ જિલ્લાકક્ષાએ કરવામાં આવશે. જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ પ્રાચીન ગરબા,અર્વાચીન ગરબા અને રાસ એમ કુલ ત્રણ પ્રથમ નંબરે વિજેતા થયેલ કલાવૃંદો રાજયકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.પ્રાચીન અને અર્વાચીન ગરબામાં વયજુથ ૧૪ થી ૩૫ વર્ષ એટલે કે ૩૧/૧૨/૧૯૮૮ થી ૩૧/૧૨/૨૦૧૦ ની વચ્ચે જન્મેલા તથા રાસ માટે વયજુથ ૧૪ થી ૪૦ વર્ષ એટલે કે ૩૧/૧૨/૧૯૮૩ થી ૩૧/૧૨/૨૦૧૦ ની વચ્ચે જન્મેલા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,બહુમાળી ભવન,જિલ્લા સેવા સદન ભાગ-૨,પ્રથમ માળ, રૂમ નં-૩૫,ગોધરા,જિ-પંચમહાલ ખાતેથી મેળવી તા.૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં ઉપર દર્શાવેલ સરનામે કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આ સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજેશ.એલ.પારગી મો.૯૧૦૬૨૨૫૦૫૧ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાહુલ.એન.તડવી મો.૯૦૯૯૧૩૨૨૬૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે.સ્પર્ધા તારીખ એન્ટ્રીઓ આવ્યા પછી જાણ કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here