પંચમહાલ : કાલોલ તાલુકાના નાની ભાદરોલી ગામમાં છેલ્લા 7 વર્ષથી રોજિંદા પાણી માટે ગામ લોકો હેરાન પરેશાન…

કાલોલ,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નલ સે જલ તક* યોજનાનો ફિયાસ્કો…

ગુજરાત ના દરેક ગામમાં ઘરે ઘરે પાણી પહોચાડવા માટે સરકારે “નલ સે જલ તક” યોજના અમલમાં મુકેલ છે, સરકારનો ઇરાદો ખુબજ સારો હશે, અને લગભગ કોઈ ગામમાં પાણી પહોચ્યું ના હોય તેવું બન્યું નથી. પરંતુ આળશ, બેદરકારી સ્થાનિક નેતાઓની વેરવૃત્તિ અને %ખાવામાં તરબોળ રહેતા જવાબદાર તંત્રના અધિકારીઓની કાર્યપધ્ધતિને કારણે *પંચમહાલના કાલોલ તાલુકાના નાની ભાદરોલી ગામમાં* છેલ્લા 7 વર્ષથી રોજિંદા પાણી માટે ગામલોકો વલખાં મારે છે.

દર વર્ષે ચૂંટણીના માહોલમાં નેતાઓના ટોળેટોળા આવે છે, અને ભોળા મતદારોને હથેળીમાં ચાંદ બતાવીને વિકાસ કામોની લાલચો આપી, પટાવી ફોસલાવી ભોળવીને મતપેટીઓ છલકાવી લે છે, અને જીત્યા પછી નેતાઓ એકબીજાને ખો આપતાં રહે છે, આ સિસ્તમથી ટેવાયેલા મતદારો પોતે પણ જાણેકે છેતરાવા જ જન્મ્યા હોય તેવી લાગણીઓ સાથે પાણીની આશાએ આજે પાણીની તંગી સાથે 7 વર્ષ પૂરા કરી દીધેલ છે.

ઉલ્લેખનીય છે કે આ ગામમાં *સ્ટ્રીટલાઈટ, પાણી અને રસ્તા* જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ હોવાથી આગામી વિધાનસભા-2022 ની ચુંટણીમાં આ ગામના તમામ મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરવાના  મૂડમાં હોવાનું જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here