નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ અંતર્ગત યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાષ્ટ્રીય સામાજીક સહાયતા કાર્યક્રમ (NSAP) અંતર્ગત જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક નિવાસી અઘિક કલેકટરશ્રીની અઘ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.જેમાં સામાજીક ન્યાય અને અઘિકારિતા વિભાગની યોજનાઓ ઈંદીરા ગાંઘી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના ,ઈંદીરા ગાંઘી રાષ્ટ્રીય વૃદ્ઘ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સંત સુરદાસ યોજના,નિરાઘાર વૃદ્ઘ પેન્શન યોજના,ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન યોજના તથા પાલક માતા પિતા યોજનાની અમલવારી અને કામગીરીની થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ યોજનાઓનો વઘુમાં વઘુ લાભ લોકોને મળે તે માટે તમામ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. ડીઆરડીએ ડાયરેકટરશ્રી તબિયાર, સીડીએચઓ ડો. મીનાક્ષીબેન ચૌહાણ, સીડીએમઓ ડો. મયુરીબેન શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ.પટેલ, સમાજસુરક્ષા અધિકારીશ્રી જે.એચ. લખારા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here