નસવાડી શિવનગરના પાછળના ભાગે ગટરોનું ગંદુ પાણી એક જગ્યાએ ભેગુ થતા ગંદકીનુ સામ્રાજ્ય

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આ ગટરો ના ગંદા પાણી થી અમે હેરાન થઈ ગયા છે આ પ્રશ્નો નો નિકાલ વહેલી તકે લાવે તો સારૂ બાકી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ?”:-શિવનગર ના રહીશો

નસવાડી શિવનગર વિસ્તારમા કેટલાક સમય થી ગટરોના એકત્ર થયેલા ગંદા પાણીથી શિવનગર વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે શિવનગર વિસ્તારમાં રહેતા રહિશોના જણાવ્યા મુજબ જે ગટરોનુ ગંદુ પાણી વહીને એક જગ્યાએ ભેગું થાય છે ત્યાં ખૂબ જ ગંદકી થયેલ છે અને આ ગંદકી વિશે નસવાડી જૂથ ગ્રામ પંચાયત ખાતે વારંવાર મૌખિક રજૂઆતો કરી છે અને છેલ્લે લેખિતમાં પણ અરજી આપેલી છે પણ નસવાડી જૂથ ગ્રામ પંચાયતની પરિસ્થિતિ પથ્થર પર પાણી જેવી છે આ ગંદકી વિશે અરજી આપ્યા ને પણ ઘણો સમય વીતી ગયેલ છે છતાં પણ ગ્રામ પંચાયતના વહીવટ કરતા અમારી અરજીને આજ દિન સુધી ધ્યાને લીધી નથી અને આ ગંદકીના સામ્રાજ્યનું કોઈ નિરાકરણ આવેલ નથી તો શિવ નગરમાં રહેતા રહીશો આ ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે અને આ ગંદુ પાણી એક જ જગ્યાએ ભેગું થાય છે તેનાથી રોગચાળો ફાટવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે જેનાથી બીમારી આવે તેવી શક્યતાઓ રહેલી છે માટે આ ગંદકી ના કારણે ફેલાતા રોગો અટકે તેના માટે નસવાડી જૂથ ગ્રામ પંચાયત આ ગટરો નુ ગંદુ પાણી જે એક ઠેકાણે એકત્ર થઇ રહ્યુ છે તેનો વહેલી તકે નિરાકરણ લાવે તેવી શિવનગર વિસ્તારના રહીશોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here