નસવાડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં વગર સ્પીરીટે મુકાતી વેક્સિન…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

આજરોજ નસવાડી ગામના ચાર રસ્તા વિસ્તારમાં મસ્જિદ ની બાજુમાં વેક્સિન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી, તે દરમિયાન બપોરના ત્રણ કલાક સુધી વેક્સિન કામગીરી એટલે કે રશિકરણ વગર સ્પીરીટે કરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા વેક્સિન નો બીજો ડોઝ લેવા જતા ખાલી કોટન પુમડા ની વગર સ્પીરીટે રસી મુકતા આ જાગૃત નાગરિકે ત્યાં હાજર નર્સને સવાલ કર્યો હતો કે આ કોટનમાં સ્પીરીટ નથી તો ત્યાં હાજર નર્સ એ લાચારી દર્શાવતા બે જવાબદારી પૂર્વક જવાબ આપ્યો હતો….. સ્પીરીટ નથી તો હું શું કરું…
તો કર્મચારી તરીકે પબ્લિક સાથે ઉડાઉ જવાબ આપી પબ્લિક માં આરોગ્ય સાથે ચેડા થઇ રહયાં છે અને આવા બે જવાબદાર કર્મચારી ઓ દ્વારા સરકારી નાણાંનો વ્યવ થતો જાય છે તેથી સરકારે આવા કર્મચારીઓની બેદરકારી બદલ યોગ્ય અને શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ જેથી બીજા કર્મચારીઓ આવી બેદરકારી દાંખવે નહીં તેની સરકારે તપાસ કરવી જરૂરી છે એવી નસવાડી નગરમાં લોક માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here