નસવાડી તાલુકા નાના અંબાજી જીવનપુરા માંથી પગપાળા પાવાગઢ દર્શનાર્થે જતો સંઘ બોડેલીમાંથી પસાર થયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

નસવાડી તાલુકાના નાના અંબાજી. જીવનપુરા ઝરખલી તણખલા ધોળી સિમોલ કંકુ વાસણ અમરોલી બરોલી કાપડિયા જેવા ગામોમાંથી કાલાકોલુ જેવા ગામમાંથી આશરે 1000 થી વધુ જેટલા માઈ ભક્તો નો પગપાળા સંઘ પાવાગઢ દર્શનાર્થે જવા રવાના થયો હતો.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા માંથી પાવાગઢ દર્શનાર્થે જતો સંઘ આજે બપોરે બોડેલી આવી પહોંચ્યો હતો બોડેલીના રાજમાર્ગો પર માતાજીના ગરબા અને ટીમલી સાથે બોડેલી ના રાજ માર્ગો પર પગપાળા સંઘ પસાર થયો હતો આશરે 1000 થી વધુ પદયાત્રાએ જતો સંગ નીકળ્યો હતો અને આશરે એક હજાર થી વધુ જેટલા ભક્તો નો સંગ સંઘ પાવાગઢ માતાજીના દર્શન કરી અને રવાના થશે તેમ જણાવ્યું હતું સંઘના મુખ્ય વ્યક્તિ જોડે વાત કરતા જણાવ્યું હતું કે બે દિવસથી અમે નસવાડી તાલુકાના 10 થી 12 જેટલા ગામમાંથી નીકળ્યા છે અને 1000 થી વધુ માઈ ભક્તો જે પગપાળા પાવાગઢ દર્શન કરી પરત ફરશે તેમ જણાવ્યું હતું દર વર્ષે ના જેમ નસવાડી તાલુકા નાના અંબાજી જીવનપુરા માંથી પગપાળા પાવાગઢ દર્શનાર્થે જતો સંઘ બોડેલી માંથી પસાર થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here