નસવાડી તાલુકાના લિંડા ગામે કિશાન શિબિરનું આયોજન થયુ…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના લિંડા ગામે આજે કિશાન શિબિર નુ આયોજન કરવામા આવ્યુ હતુ અને શિબિરમા જમીનને કેવી રીતે ફળદ્રુપ બનાવવી ખેતીના સુધારા વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી

લિંડા ગામે કિશાન શિબિર વન વિભાગ દ્વારા જમીન લક્ષી જાણકારી આપી અને જંગલ બચાવવા વિશે માહિતી આપવામા આવી હતી.
શિબિરમા રાષ્ટ્રીય વન નીતિ વિશે પણ સમજણ આપવામા આવી હતી કે જે રાષ્ટ્રીય વનનીતિ છે તે આપણે આઝાદ થયા ત્યારથી નક્કી કરવામા આવી હતી આજથી લગભગ ૧૯૮૮ મા રાષ્ટ્રીય વનનીતિમા સુધારો થયો, અને આપણે જે પરિસરમા રહીયે છે અને આપણું જીવન ગુજારીયે છે એમા ૩૩ ટકા વિસ્તાર એટલે કે વન થડ વિસ્તારમા વન હોવુ જોઈએ જેમા જીવ સૃષ્ટિ કોતર રેતી પાણી કંકર ખનીજ તમામનો સમાવેશ એમાં થવો જોઈએ એમા જો ગણતરી કરવામા આવે તો ગુજરાતમા ૨૩ ટકા અને ભારતમા ૧૦ ટકા ની ઘટ છે આ ઘટને પુરી કરવા માટે આપણી પાસે ઘણા વિકલ્પો છે આપણી પાસે છેવાડાની જમીન કોતરપાડાની જમીન પડતર જમીન ગૌચરની જમીન રોડ સાઈડની જમીન હોય તો આ બધી ખુલ્લી જમીનોમાં વૃક્ષા રોપણ કરી જંગલોનો વિકાસ કરીએ અને આ નાનું છોડ એક દિવસ મોટુ ઝાડ બનીને આવશે ત્યારે આ ઝાડ આપણને અને આવનરી પેઢીઓને આનો લાભ થશે જંગલ વન બચાવવાની સલાહ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here