નસવાડી તાલુકાના આદિવાસી મુસાફરો સાથે જીએસઆરટીસી નો બુકીંગ પ્રથામા અંધેર વહીવટ… બુકીંગ હોવા છતા સીટ ન મળી

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ કુરેશી :-

નસવાડી ડેપોમા મુસાફરો અટવાયા ટિકિટનુ બુકીંગ હોવા છતા સીટ નથી

પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી તાલુકાના આજુ બાજુ ગામના માણસો મજૂરી અર્થે બહારગામ જતા હોય છે તેમને એડવાન્સ બુકિંગ હોવા છતા મુશ્કેલી વેઠવી પડે છે મજૂરી માટે બહારગામ જતા આદિવાસી મુસાફરોએ એડવાન્સ ટિકિતનુ બુકીંગ કરાવ્યુ હતુ બુકીંગ હોવા છતા બિચારા ગરીબ માણસોને બસમા ઉભા ઉભા મુસાફરી કરવાનો વારો એસ,ટી,ડિપાર્ટમેન્ટ લાવ્યુ છે મુસાફરોએ ચાર ચાર દિવસ પહેલા ટિકિટોનુ બુકીંગ કરાવ્યુ છે છતા પણ બસમા બેસવા માટે સીટ નથી તો એડવાન્સ ટિકિટ બુકીંગ કરાવવાનો મતલબ શું?એમ મુસાફરો જાણવા માંગે છે.
મુસાફરોનુ કહેવુ છે કે અમે ચાર દિવસ પહેલા ટિકિટ બુકીંગ કરવી છે છતા પણ અમારે ઉભા ઉભા જવાનો વારો આવ્યો છે જ્યારે કંડકટર સાથે મુસાફરોએ વાત કરી કે અમારી સીટ ક્યાં છે તો કાંડક્ટરે વળતો જવાબ આપ્યો કે આજે બસ નાની મુકવામા આવી છે બસમા ૫૬ સીટ નુ બુકીંગ હોય છે તો નાની બસ શા માટે મુકવામાં આવે છે એમ મુસાફરોએ કાંડક્ટરને મુસાફરોએ મૌખિક રજુઆત કરી હતી
નસવાડી ના ગામડાઓ માથી જ્યારે આપડો આદિવાસી મજૂર વર્ગ ટોકીટનું બુકીંગ કરાવીને આવેછે એ આશા સાથે કે બુકીંગ છે તો જગ્યા મળશે પણ એમને તો ઉભા ઉભા મુસાફરી કરવાનો વારો આવે છે જેમ પ્રાઈવેટ વ્હીકલ વાળા ઘેટાં બકરાની જેમ ભરીને જાય છે મુસાફરોને એમ એસ,ટી,બસમા પણ મુસાફરી કરવાનો વારો આવેછે તો સરકારને જાણ થાય કે આવી પરિસ્થિતિ નસવાડી ડેપોમા બની છે તો આવી પરિસ્થિતિ દરેક ડેપોમા બનતી હશે એવુ માની શકાય, સરકારને જાણ થાય કે ગરીબી રેખા નીચે જીવતા મજૂર વર્ગને આ રીતે પરેશાનીનો ભોગ બનેછે તો સરકાર આના પર ધ્યાન આપે,અને મજૂરી અર્થે લોકો બહાર જાય છે તો સરકારી બસ મા બેસવાની સુવિધા પૂરી પાડે,બસમા સીટ મળે એટલા માટે એડવાન્સ બુકીંગ કરાવતા હોય છે છતાં પણ સીટ મળતી નથી એટલા માટે સરકાર આ મુસાફરોના હિત માટે વિચારે અને આગળ ના પગલા લે એવી મુસાફરોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here