નસવાડી ટાઉનમા દુંદાળાદેવ શ્રી ગણેશજીને ભાવભીની વિદાય અપાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

નસવાડી ખાતે તા.૨૮ અને ૨૯ સપ્ટેમ્બર આમ બે દિવસ ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ આમ તો૨૮ સપ્ટેમ્બર ઐ ઈદે મિલાદ નો તહેવાર હતો જુલુસ નીકળ્યુ હતુ અને ત્યાર બાદ ગણેશ વિસર્જન માટે ગણેશજી ની પ્રતિમાઓ લઈ જવામા આવી હતી આ એક આદર્શ ગામની છબી છે નસવાડી મા વધુ ગણેશજી ની પ્રતિમા નુ વિસર્જન ૨૯ સપ્ટેમ્બર ના રોજ કરવામાં આવ્યુ હતુ ઉપરાંત પોલીસ કર્મીઓની અભેદ સુરક્ષા કવચ વચ્ચે ગણેશ ભક્તો દ્રારા ભક્તિ સભર વાતાવરણ મા ભાવભરી વિદાય આપવામા આવી હતી જેમા બેન્ડ ડી જે ના તાલે લોકો ડાન્સ કરી ઉત્સાહ મનાવ્યો હતો સાથે સાથે આવતાં વર્ષે જલ્દી પધરામણી કરવાની વિનંતિ કરવામાં આવી હતી વિસર્જન બપોર બાદ શરૂ કરાયુ હતો જે શાંતીપુર્ણ માહોલમાં સંપન્ન થયુ નસવાડીમા ઘરે ઘરે તેમજ ફળીયા સુસાયટી મા ગણેશજીની પ્રતિમા ભક્તો દ્રારા ગણેશ પંડાલ મા રંગ બે રંગી રોશની થી સજાવી અને સ્થાપના કરી ૧૦ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ધન્યતા પ્રાપ્ત કરી હતી અને શ્રી ગણેશજીને આવતા વર્ષે જલ્દી પધારવાની વિનંતિ કરવામાં આવી હતી વિસર્જન યાત્રા વિવિધ વિસ્તારોમાં જોવા મળી હતી જેમા મોટા મંડળો દ્રારા મોટી પ્રતિમા ને લઈ વાજતે ગાજતે વિસર્જન કરાયુ હતુ આ યાત્રા મા કોઈ અનીછીય બનાવ ન બને તે માટે વિસર્જન યાત્રિકો પર બાઝ નઝર રાખવા માટે પોલીસે જુદી જુદી જગ્યા પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને છેલ્લે મોડા સુધી વિસર્જન કરવામાં આવ્યુ હતુ અને યાત્રા શાંતીપુર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટીતંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here