નસવાડી : ઝેડ ટી પટેલ સાર્વજનિક વિદ્યાલય તણખલા ખાતે ગરબા મહોત્સવ યોજાયો-વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ગામે ઝેડ ટી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે આજરોજ બીજા નોરતા દરમિયાન ગરબા મહોત્સવ રાખવામાં આવેલ હતો જેમાં કોમ્પિટિશન થી ગરબા રમાડવામાં આવ્યા હતા અને તમામ વદ્યાર્થીઓએ આ ગરબા કોમ્પિટિશન મા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓ એક સાથે ગોળ કુંડાળું કરી ગરબે ઘૂમ્યા હતા અને વિદ્યાર્થીઓમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો જેમાં જે વિદ્યાર્થીઓને ગરબા આવડે કે ના આવડે એવા વિદ્યાર્થીઓ એ પણ ગરબાની મોજ માણી હતી જે સ્કૂલના તમામ શિક્ષણગણે આ આયોજન કર્યું હતુ અને એમની નિગરાનીમા ગરબા રમાડવામાં આવ્યા હતા અને ખૂબ મહત્વની વાત એ છે કે તણખલા ગામ એ સેન્ટરનુ ગામ છે.

ત્યાંથી ડુંગર વિસ્તારની શરૂઆત થાય છે અને ડુંગર વિસ્તારના વિદ્યાર્થીઓ તણખલા ખાતે અભ્યાસ કરવા માટે આવતા હોય છે અને એ વિસ્તારના વિધ્યાર્થીઓ આજે ગરબે ઘૂમ્યા હતા અને માઁ ના નોરતાની આરાધના સ્કૂલ ખાતે સારી રીતે કરવામાં આવી હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જોરદાર ગરબાની રમઝટ બોલાવી હતી અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ રસ પૂર્વક ભાગ લીધો હતો અને માઁ અંબા ની કૃપાથી ગરબાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો.અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ગરબે ઘૂમ્યા હતા અને આપણા વિસ્તારની સંસ્કૃતી ને યાદ કરી કાર્યક્રમના અંતે ટીમલી રમી મોજ કરી હતી અને આ કાર્યક્રમ સ્કૂલના પ્રિન્સિપાલ બારીયા શંકરભાઈ સહિત તમામ શિક્ષકગણ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here