નસવાડી : છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી આદિજાતિ શાળાઓના એલ.એમ.સી શિક્ષકો પોતાના હક માટે ન્યાય માટે હડતાલ પર ઉતર્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

એરિયર્સ માટે સરકારનો પરિપત્ર થયેલ છે છતાં પણ આજદિન સુધી એરિયર્સ આપવામાં આવેલ નથી અને શા માટે નથી આપ્યો એનો જવાબદાર કોણ સરકાર કે વહીવટ કરતા અધિકારીઓ એ એક સળગતો પ્રશ્ન એલ.એમ.સી શિક્ષકો માં ચર્ચાનો વિષય બન્યો છે

આ બાબતે કલમની સરકાર નો અહેવાલ અગાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેનો પડઘો પડતા છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી આદિજાતિ શાળાઓ માં છેલ્લા કેટલાક સમય થી એરિયર્સ ન મળતા શિક્ષકોમાં નિરાશા જોવા મળી છે આ બાબતે અગાવ પણ રાજકીય નેતાઓ એ ભલામણ પત્રો પોતાના લેટર પેડ પર લખીને ગાંધીનગર ખાતે મોકલ્યા હતા પરંતુ એ ભલામણ પત્રોને જાણે ઘોડી પી ગયા હોય એમ પોતાની મનમાની ચલાવવામાં આવેછે એવી ચર્ચાઓ સાંભળવા મળી છે અને આ શિક્ષકો ને એરિયર્સ ચૂકવવાનો પરિપત્ર ગાંધીનગર થી મ થયેલ છે છતાં પણ આ એલ.એમ સી શિક્ષકોને એરિયર્સ નું ચુકવણું આજદિન સુધી કરવામાં આવેલ નથી અને જ્યારથી આ એરિયર્સ ચૂકવવાનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી આખા ગુજરાત રાજ્ય માં આ પરિપત્રનો અમલ કરવામાં આવ્યો છે પણ છોટાઉદેપુર જિલ્લા માં આ પરિપત્રનો અમલ આજદિન સુધી કરવામાં આવેલ નથી તો એનું કારણ શું હોઈ શકે?એ તો અધિકારીઓ જ જાણે એ એક શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આદિજાતિ ખાતા માંથી મંજૂરી આપવામાં આવી છે તો છોટાઉદેપુરના અધિકારીઓ લેખિત માં માંગે છે અને જે પરિપત્ર પહેલાથી જ લેખિત મા આપ્યો છે તેનું શું?અને આદિજાતિ ખાતામાંથી વારંવાર લેખિત માં અપાય નહી પહેલા જે પરિપત્ર આપ્યો છે તેના પર જ આખા ગુજરાતરાજ્ય ની આદિજાતિ શાળાઓએ અમલ કર્યો છે પણ છોટાઉદેપુર જિલ્લા માં ચાલતી આદિજાતિ શાળાઓ માટે અધિકારીઓ હાથ અધ્ધર કરેછે અને પોતાના મનસ્વી વર્તન ચલાવવામાં આવે છે એવી ચર્ચાઓ હડતાલ ના સ્થળ ઉપર સાંભળવા મળી હતી જેમાં દિવાળી વેકેશન નો પગાર લોકડાઉન નો પગાર વગેરે આ એલ.એમ.સી શિક્ષકોને ચુકવવામાં આવતો નથી અને સ્કૂલના બીજા કર્મચારીઓ ને ચુકવવામાં આવે છે જેવા કે એકાઉન્ટન્ટ ગૃહમાતાઓ ને ચુકવવામાં આવેછે અને મહેનત કરનાર શિકક્ષકને નહીવત પગારમાં ગુજરાન ચલાવવા મજબુર થવું પડેછે તો સરકાર આ શિક્ષકોની વેદના ને સમજે અને છોટાઉદેપુર જિલ્લાની આદિજાતિ શાળાઓના અધિકારીઓ ને જાણ કરે અને એમને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠી છે જે બાબત ને લઈ આજરોજ છોટાઉદેપુર જિલ્લાની આદિજાતિ સ્કૂલના એલ.એમ.સી શિક્ષકો દ્વારા હડતાલ પર ઉતરવા મજબુર બન્યા છે અને છેલ્લા તા.30/8/2019 થી તા.16/08/2021 સુધીનું એરિયર્સ આજદિન સુધી આપવામાં આવ્યું નથી તે કારણોસર આજરોજ તમામ છોટાઉદેપુર જિલ્લાની તમામ આદિજાતિ એકલવ્ય શાળા જી.એલ.આર.એસ શાળા ઇ.એમ.આર.એસ શાળા ના તમામ શિક્ષકો દ્વારા હડતાલ કરવામાં આવી છે જે પોતાના હક માટે ન્યાય માટે શિક્ષકો એ હડતાલ કરીછે અને જો ન્યાય નહિ મળે તો શિક્ષકો ગાંધીચીંધ્યા માર્ગ પર આગળ વધવા મજબુર બનશે એવું જાણવા મળેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here