નસવાડી : કડદા ગામે નર્મદા નદી કિનારેથી બોટ મારફતે થતી દારૂની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને પકડી પાડતી નસવાડી પોલીસ

નસવાડી (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારૂ નર્મદા નદીના કિનારા ઉપર નાવડી/બોટની અવરજવર વાળી જગ્યાઓ ઉપર વોચ રાખી નાવડી/બોટ ચેક કરી જયાં ભુતકાળમાં દારૂની હેરાફેરીના કેસો થયેલ હોય તેવી જગ્યાએથી વિદેશી દારૂના વધુમાં વધુમાં ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવ્રુતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય ગઈકાલ તા.૦૮/૦૭/૨૦૨૩ ના રોજ એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસોએ બાતમી આધારે કડદા ગામે નર્મદા નદી કિનારા વિસ્તારમાં બીટ મારફતે કરવામાં આવેલ દારૂની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઇગ્લીશદારૂની નાની મોટી બોટલો નંગ.૬૨૭ કુલ કિંમત રૂપીયા ૧,૧૨,૭૯૭/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
આરોપીઓના નામ સરનામા – (૧) અશોકભાઈ ચુનીલાલભાઈ ભીલ રહે મોટી ઝડુલી ટેકરા ફળીયું તા.કવાંટ જી.છોટાઉદેપુર (૨) સમારીયો શેઠ જેના પુરા નામની ખબર નથી તે રહે.કકરાણા તા.જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)
કિ.રૂ.૪૩,૨૦૦/-
* કબ્જે કરવામાં આવેલ મદ્દામાલ (૧) માઉસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ટીન બીયર ૫૦૦ મિ.લી.ના પતરાના ટીન બીયર નંગ,૩૬૦
(૨) ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મિ.લી.ના પ્લાસ્ટીકના હોલ નંગ-૧૦૩
(૩) ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૧૮૦ મિ.લી.ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ-૨૨૪
પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લિધેલ બોટ -૧
કિ.રૂ.૪૫,૬૨૯- કિ.રૂ.૨૩,૯૬૮/-
કિ.રૂ.૭૦,૦૦૦/-
કુલ કિ.રૂ.૧,૮૨,૭૯૭/-
કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી
આ કામગીરી એમ.એસ.સુતરીઆ પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન તથા અ.હે.કો ધરમસિહ વિઠ્ઠલભાઈ બ.નં.૧૫૯ તથા અ.હે.કો માનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ તથા અ.હે.કો શૈલેષભાઈ નરેશભાઈ બ.નં.૪૦૭ તથા અ.પો.કો અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ તથા અ.પો.કો શાહરૂખખાન અયુબખાન બ.નં.૧૬૫ તથા આ.પો.કો ભાવિકભાઈ મોનજીભાઈ બ.નં.૨૨૩ તથા જી.આર.ડી. કૌશીકભાઈ બારખીયાભાઈ કું.ભીલ નાઓએ સાથે રહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here