બી.આર.સી.ભવન શહેરા ખાતે કોરોના વેક્સિન ડેટા કનેક્શનની કામગીરી હાથ ધરાઈ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકામાં શિક્ષણ વિભાગ દ્વારા ૫૦ વર્ષ કરતા વધુ ઉંમરના નાગરિકોનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તે સર્વે દરમિયાન શિક્ષકો દ્વારા સર્વે કરેલ ડેટાનું એકન્દ્રીકરણ પગાર કેન્દ્રના આચાર્યો દ્વારા પોતાની પેટા શાળાઓનું કરવામાં આવે છે. ૧૭ પગાર કેન્દ્ર દ્વારા તૈયાર થયેલ ડેટાની ખરાઈ કરી બી.આર.સી.ભવન શહેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના નેતૃત્વમાં સી.આર.સી.નાંદરવા જીજ્ઞેશ પંચાલ, સી.આર.સી.બાહી મહેશ વણઝારા, સી.આર.સી.ખાંડીયા બાબુભાઈ વણઝારા અને સી.આર.સી.નરસાણા કલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ડેટા કલેકશનની કામગીરી અને સર્વેની કામગીરી રવિવારે પણ ચાલુ રાખવામાં આવેલી છે. ડેટા કલેક્શન દરમિયાન કોવિડ – ૧૯ ની તમામ પ્રકારની અદ્યતન ગાઈડલાઈન અનુંસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here