નસવાડી એસ.બી.સોલંકી વિદ્યામંદિર ખાતે ૬૭મી અખીલ ભારતીય શાળાકીય રમતો ની સ્પર્ધા યોજાઈ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

“તાલુકા કક્ષાની સ્પર્ધા અંડર-૧૪ અને અંડર-૧૭ ની ભાઇઓ અને બહેનો ની સ્પર્ધા યોજાઈ”

આજ રોજ નસવાડી હાઇસ્કુલ ખાતે શાળાકીય રમતોની સ્પર્ધા યોજાઈ હતી જેમા રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર સપોર્ટ ઓથોરિટી ગુજરાત અને જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્રારા આજે તાલુકા કક્ષાનો રમોત્સવ યોજવામા આવ્યો.
રમતો નુ ઉદ્દઘાટન સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંકના વોઇસ ચેરમેન શિવ મહા રાવલજી અને શાળાના આચાર્ય જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર ના હસ્તે કરવામાં આવ્યો આ રમોત્સવમાં જે ખેલાડીઓ ભાગ લઈને આગળ જશે તેમનો જિલ્લા કક્ષાએ સિલેક્શન કરવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ અને રાજ્યકક્ષાએથી રાષ્ટ્ર કક્ષાએ આમ ખેલાડીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી કે આવનારા દિવસોની અંદર રાજ્યકક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ નામ રોશન કરે એવી શુભેચ્છા દિનેશભાઈ ભીલ જિલ્લા રમત વિકાસ અધિકારી છોટાઉદેપુર દ્વારા પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here