નસવાડીમા રોડનુ અધુરૂ કામ પુરૂ કરવામાં આવ્યુ… ગામના બીજા રોડ હજુ પણ ખખડધજ…

નસબડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી માં બે નાળા વચ્ચે નો રોડ જે થોડા સમય થી બાકી રહી ગયો હતો તે રોડ નું કામ સંપૂર્ણ પણે પુરૂ કરી દેવામાં આવ્યું છે ઘણા સમય થી આ ખખડ ધજ રોડ થી પ્રજા કંટાળી ગઈ હતી અને આજે આ રોડ નું કામ પૂરૂ થતા રાહદારીઓ એ હાશકારો લિધો હતો પરંતુ પ્રજામાં હજુ અનેક સવાલો ફરતા રહે છે કે આ રોડ બનાવવા માં આવ્યો છે તે હવે કેટલો સમય સારો રહેશે એવા સવાલો પ્રજા કરી રહી છે અને રોડ ઉપરજ ડામર પાથરી રોડ બનાવવા માં આવ્યો છે તો શું રોડ ખોદીને બનાવવા નો નિયમ છે ?કે નથી એવા પ્રશ્ન પ્રજાના મુખ માંથી આવે છે પરંતુ એ કોન્ટ્રાક્ટર જાણે અને સરકાર જાણે પણ રોડ બની ગયો છે એ ખરૂ હવે રાહદારીઓ ને રોડ સારો રહેશે ત્યાં સુધી તકલીફ પડશે નહીં અને સ્ટેશન ના નાળા થી લઈને જલારામ મંદિર સુધીનું કામ થયું છે અને એ સિવાય ના રોડ બધા ખખડ ધજ હાલત માં જોવા મળે છે તો એ રોડ નું કામ ક્યારે કરવામાં આવશે એવા સવાલો પ્રજા કરી રહી છે અમણા જે કામ કરવામાં આવ્યું છે તે પણ કેટલા સમય થી મોકૂફ રાખવામાં આવ્યું હતું હવે નસવાડી મા બાકી રોડ નું કામ ક્યારે થશે અને એ કેટલું મોકૂફ રહેશે તે ગામ ના લોકો જાણવા માંગે છે પરંતુ જેમ બને એમ રોડ વહેલી તકે બને અને રાહદારીઓ ને વાહન ચાલકો ને આમાંથી છુટકારો મળે તેવી પ્રજાની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here