નર્મદા : રાજપીપળા પાસેના ગોપાલપુરા ગામમા ગ્રામ પંચાયતનો સરાહનીય નિર્ણય..

કોરોનાની મહામારી વચ્ચે ગામમાં વિનાં માસ્ક પ્રવેશ કરનારાઓને રુપિયા 200 દંડ ફટકારાશે.

ગોપાલપુરા ગામના પ્રવેશ દ્વારે જ બોર્ડ મરાયા.

રાજપીપળા ,નર્મદા
આશિક પઠાણ

હાલમાં ચાલતી કોરોનાની મહામારીને કારણે ખુબ જ વિપુલ પ્રમાણ માં કેસ વધી રહ્યા છે. લોક ડાઉન ન હોવાના કારણે કામ વગર લોકો આવન-જાવન કરી રહ્યા છે અને બહારના ફેરિયાઓ તેમજ કામ વિનાના લોકો ગામમાં માસ્ક વગર પ્રવેશ કરી રહ્યા હોઈ જે ગોપાલપુરાના સરપંચશ્રી તેમજ તેમની ટીમને ધ્યાનમાં આવતા ગામના ગેટ તેમજ અન્ય જગ્યાએ ચેતવણી રૂપે “માસ્ક વગર ગામમાં પ્રવેશ કરવો નહિ, જો માસ્ક વગર ગામમાં પ્રવેશ કરવામાં આવશે તો રૂ.200/- દંડને પાત્ર રહેશે.” તેવો ઠરાવ કરી બોર્ડ મારવામાં આવેલ છે.

ફાઇલ ફોટો

ગામના પ્રવેશ દ્વારે જ માસ્ક પહેર્યા વિનાં આવનારાઓને દંડ ફટકારવામા આવશેના બેનર મારવામાં આવતા કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકે એવો ગ્રામ પંચાયતનું સરાહનીય પગલું છે, જેની પ્રશંસા થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here