નર્મદા જીલ્લામા વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં ચાલતી ધાંધલીઓ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

તાલુકા મથક સાગબારાને પાંચપિપરીથી જોડતાં પુલ ઉપર બબ્બે વાર ધોવાણ છતાં રેતી માટી નાંખી કરાતી કામગીરી સામે લોકોમા રોષ

નાના કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની સ્થાનિકોની માંગ

નર્મદા જીલ્લાના ઉંડાણના આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજના ઓની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. જેની પોલ ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ભારે વરસાદ પડતા ખુલી હતી, તકલાદી રસતાઓનુ કામકાજ, નાળા, પુલ, કોજવેની કામગીરીઓ ટલ્લે ચઢાવવી જેથી આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથકને પાંચપિપરીથી જોડતાં મુખ્ય માર્ગ ઉપર આવેલ પુલ બબ્બે વર્ષથી નદીમા પુરના પાણી ધસમસતા આવતા તેના પ્રવાહથી તુટયો હતી, આ પુલ તુટતા તેનાં ઉપર રેતી અને માટી નાખી પુલમા પુરાણ કરવામાં આવ્યુ હતુ. પંચાયતના અધિકારીઓ સહિત કર્મચારીઓએ કામ કરાવવા સહિતની જહેમત ઉઠાવી હતી.

આ પુલ પાણી મા ધોવાણ થઇ ગયું છે ત્યારે આ પુલ પર બે વાર રેતી નાખવામા આવી છે. આ પુલ બે વર્ષથી આજ હાલતમા છે . બે વર્ષના પુલ પર રેતી જ નાખવામા આવે છે. આ પુલ સાગબારા‌ તાલુકાના મેન રસ્તાનું પુલ‌ છે સાગબારા તાલુકાનાં પાંચપીપરી થી સાગબારા જતા વચ્ચેનું નાળુ છે સરકારે આ મુખ્ય માર્ગ હોય ને રેતી માટી નાંખી જે કામગીરી કરી તેને બદલે નવુ મોટુ પુલ બનાવવાની માંગ સાગબારા ના મેહુલભાઈ પાડવી એ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here