નર્મદા જીલ્લામા બાયો ડિઝલના વેંચાણ કરતા પંપો ઉપર તંત્રની લાલ આંખ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા મામલતદાર સહિત ટાઉન પી.આઇ.એ ભદામ રોડ સહિત વાવડી ચોકડી ઉપરના પંપોની તપાસ હાથ ધરી

રાજયમા બાયો ડિઝલનુ મોટા પ્રમાણમા વેંચાણ થતા સરકાર દ્વારા લાયસન્સ આપી મંજૂર કરવામાં આવેલ કાયદેસરના પેટ્રોલ પંપો ઉપર ડિઝલના વેંચાણમા સીધી અસર થતા તેના ધેરા પૄતયાધાત પડવા પામ્યા હતા.સરકારને પેટ્રોલ પંપ માલિકોએ ફરિયાદ કરતાં રાજયમા ગેરકાયદેસર બાયો ડિઝ ના વેંચાણ કરતા પંપો ઉપર તંત્રદ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
નર્મદા જીલ્લા વહીવટી તંત્રે પણ બાયો ડિઝલના વેંચાણ કરતા પંપો ઉપર સધન ચેકીંગ હાથ ધર્યુ હતુ.રાજપીપળાના મામલતદાર ડી. કે. પરમાર તેમજ ટાઉન પી. આઇ. પરમારે આજરોજ રાજપીપળા પાસેના વાવડી ગામ ખાતેના બાયો ડિઝલ પંપ અને ચિત્રાવાડી પાસેના બાયો ડિઝલ પંપની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સ્થળ તપાસ હાથ ધરી હતી, જેમા આ બન્ને બાયો ડિઝલના પંપો બંધ હાલતમાં મળી આવ્યા હતા.

બન્ને બાયો ડિઝલના પંપોના બંધ હાલતમાં સ્થળ સ્થિતિ દરશાવતા પંચકયાસ કરાયા હતા. વાવડી ચોકડી અને ચિત્રાવાડી પાસેના બાયો ડિઝલ પંપ બંધ હાલતમાં મળી આવ્યા હતા.ત્યા કોઈ જાતનું ડિઝલના વેંચાણની પ્રક્રિયા થતી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here